Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 390 પૃથ્વીચંદ્ર અને ગુણસાગરઃ પરદેશમાં મારું હવે શું થશે.” એ રમણીની વાર્તા સાંભળી યોગી છે. “હે સુલોચને ! વરાક જેવા એ તને છેતરીને નાશી ગ, તું તો શાણું અને સમજુ જણાય છે. માટે રૂદન કરીશ નહિ ને મારી સાથે ચાલ, સુંદરીએ કાપાલિકનું વચન અંગીકાર કરવાથી કાપાલિકા એ મનમોહનાને લઈ દેવકુલિકા તરફ પાછા વળ્યો, એ દેવમંદિરમાં બને જણ આવ્યા, મૂર્તિવિનાના શન્ય મંદિરમાં પ્રવેશ કરી કાપાલિકે પાદ પ્રહાર કર્યો ને એક ગુપ્ત દ્વાર ઉઘડી ગયું. દ્વારમાં એક રૂપસુંદરી નજરે પડી, કાપાલિકે પોતાની સાથે આવેલી રમણને કહ્યું, “તું પણ આ સુંદરી સાથે દેવનું આરાધન કર. હું પૂજાનો સરસામાન લઈને થોડી વારમાં આવી. પહોંચીશ.” એ નવીન સ્ત્રીને ગુફામાં પ્રવેશ કરાવી ગુફાનું દ્વાર બંધ કરી કાયાલિક ચાલ્યો ગયો. ગુફામાં પેલી સ્ત્રીઓ એ દુષ્ટના જવાથી આનંદ પામી હૃદય ખોલી વાત કરવા લાગી. " કાપાલિકના જવા પછી દ્વાર ઉઘાડનારી સ્ત્રી બેલી: સખી તું આ રાક્ષસના પંજામાં શી રીતે આવી ? ? * " મારી વાત રહેવા દે, પ્રથમ તે કહે કે સખી ! આ પુરૂષ કોણ છે ? અને તું અહીયાં શી રીતે એના સકંજામાં આવી ? > - “હે સખી ! દંડપાલ નામે આ વિદ્યાવાળા મહાન ચાર દિવસે કાપાલિકના વિષે નગરમાં બધે ભમે છે ને રાત્રીને સમયે આ નગરીના ધનિકેનાં દ્રવ્ય અને રૂપવાન કન્યા ને લુંટી જાય છે. બધુય દ્રવ્ય અને કન્યાઓ આ પાતાલ, ગૃહમાં એ દુઝે એકઠી કરેલી છે તારા સહિત એ ક કન્યાએ એણે ભેગી કરી છેઆ નગરીના ઈશ્વર શેઠની P.P. Ac. Gunratnasuri M. Jun Gun Aaradhak