Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 386 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજકુમાર યુવાનવયમાં આવ્યો તે દરમિયાન રાજાના લઘુભ્રાતા શતબલ યુવરાજની રાણી લક્ષ્મણાની કુક્ષીને વિષે હરિવેગને જીવ સ્વર્ગથી ચ્યવી ઉત્પન્ન થયે તે સમયે સ્વપમાં રત્નને ઢગ જોવાથી એ પુત્રનું નામ રાખ્યું રત્નસાર, બને રાજપુત્રો ભણીગણી કળામાં પાવરધા થઈ યૌવનવયમાં આવ્યા, એમનો પરભવનો સ્નેહ સંબંધ પણ અહીંયાં વૃદ્ધિ પામવા લાગ્યો. સાથે ખાતા સાથે પીતા ને સાથે ક્રીડા કરતા તેમજ તેઓ શયન પણ સાથે કરતા ક્ષિણમાત્ર પણ તેઓ એક બીજાનો વિયેગ સહન કરી શકતા નહિ. એ નાના બાળકના અપૂર્વ સ્નેહ સંબંધથી “રાજા અને યુવરાજનો સ્નેહ પણ ઝંખવાણે પડી જતી "હતો કારણ કે ભવાંતરના જે જે સંસ્કારને પોષણ મળ્યું હોય તેને ભવિષ્યમાં સારી રીતે ફાલવાની-ખીલવાની તક મળે છે. * અન્યદા છત્રીસ રાજકુળથી ભતો રાજા સભા ભરી બેઠો હતો ત્યારે નગરલોકેએ આવી પિકાર દીધો, " હું સ્વામી! તમે જયવંત છતે પણ અમને નગરમાં ઘણું કષ્ટ પ્રાપ્ત થયું છે. કેઈક ચાર હરજ નગરમાંથી કન્યાઓ અને દ્રવ્યને ચારી જાય છે. છતાં પકડાતો નથી પણ કન્યાઓની કરૂણ ચીસો જ માત્ર સંભળાય છે. આ નાગરિકે પાર સાંભળી રાજાએ કેપથી જાજવલ્ય માન થઈ કોટવાલને હાકોટ. ( અરે, પામર ! તું મારા પગાર ખાઈ મારી નગરીની આવી જ રક્ષા કરે છે ? રાત્રી સમયે તું શુ નિરાંતે ઘેરે છે કે જેથી ચેપ નિડરપણ નગરીને લુંટે છે.” ‘દેવ ! આ વાત સાંભળતાં મને પણ લાજ આવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust