Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 376 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર; છે કે! આ કોઈ મહાન પુરૂષ જણાય છે માટે એને જ ધર્મનું સ્વરૂપ પૂછું ? એમ વિચારી કુમાર છે , હે મિત્ર ! રાજહંસ જેમ પદ્મ-વનમાં રમણ કરે છે તેમ તમારું મન કયા દેવ, ગુરૂ અને ધર્મમાં રમે છે તે કહો ) 1. કુમારના પૂછવાથી તે પુરૂષ બે સર્વે દર્શનનાં શાસ્ત્રોને હું જાણું છું. કિંતુ એક જિન દર્શન વગર બીજું કઈ દર્શન વિવેકવંત નથી કે જેને વિશે આદર થઈ શકે. બધા દર્શનવાળા અહિંસા, સત્ય, અસ્તેય બ્રહ્મ અને સંતોષયુક્ત વ્રત-ધર્મને કહે છે પણ એ પ્રમાણે તેમનું વર્તન જોવામાં આવતું નથી. અન્ય દર્શનના દર્શનીયે કીટકાદિની હિંસા કરે છે, પચન, પાચનાદિક આરંભને પણ કરે છે. કેટલાક કંદ, મૂળ, ફળનો આહાર કરતા તે દયા ધર્મનું વર્ણન કરતા વનસ્પતિમાં જીવ છે તે પણ જાણતા નથી. કેટલાક મૂર્ખાઓ ધર્મને નામે યજ્ઞમાં પશુઓને પણ હોમે છે. એવી રીતે દયાધર્મનું વર્ણન કરતાં છતાં પણ કેટલાક હિંસાને આચરે છે. . દહીં અને અડદના મિશ્ર અન્ન વડે ભજન કરતા કેટલાક કલુષિત અન્નની માફક ધર્મ અધર્મનું મિશ્રણકરી કલુષિત ધર્મનું સેવન કરે છે પણ નિર્દોષ ધર્મ તો જીનેશ્વર ભગવાને કહેલો તે જ છે તેને શુદ્ધધર્મ જાણવે. જ્યાં અઢાર દેષ રહિત છનેં તે જ દેવ કહેવાય છે. પંચ મહાવ્રતને ધારણ કરનારા ગુરૂ કહેવાય છે. અને ધર્મ પણ તે જ કહેવાય છે કે જે દુર્ગતિમાં પડતા પ્રાણીવર્ગોનું રક્ષણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust