Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ = એકવીશ ભવનો સ્નેહસંબંધ 323 નાખી હવે મુનિને એકએકજ પ્રહાર કરીશ એમ ચિંતવતો હું આગળ શું બને છે તે જાણવાને થો પાંચમુ પરિગ્રહ પરિમાણ વ્રત. હે નિર્મળ શીળવંતીએ ! તમારે હવે પરિગ્રહનું પરિમાણ કરવું જોઈએ. જીવને જેમજેમ પરિગ્રહ વધે છે તેમતેમ લોભ, ચિંતા, વ્યવસાય વૃદ્ધિ પામે છે જગતમાં એક પુત્રીવાળાને થોડુંક દુ:ખ-ચિંતા હોય છે પણ જેમ જેમ અધિક પુત્રીઓ હોય છે તેમતેમ બમણી ચિંતા વધે જાય છે. એવી રીતે હાથી, ઘેડા રથ, ગૃહ, હાટ વૃદ્ધિ પામે છે ત્યારે તેને લગતી ચિંતા પણ વધે છે. - પરિગ્રહથી રહિત સંતોષને ધારણ કરનાર સાધુઓને જે સુખ હોય છે તે સુખ પરિગ્રહધારી એવા મહાનને પણ નથી મળી શકતું, પરિગ્રહમાં પ્રીતિવાળે, લોભી કાર્યાકાર્યને પણ જાણતો નથી. પરિગ્રહની ખાતર અનેક પાપકર્મ કરી કલેશ પામે છે. આ ભવમાં લેભી લોકોનો તિરસ્કાર પામે છે. પરભવમાં તે નરક અને તિર્યંચગતિમાં જઈને અનંત દુ:ખ ભોગવે છે. જે પરિગ્રહનું પરિમાણ કરે છે તે ગુણાકરની માફક સુખી થાય છે, અને નથી કરતા તે પરિગ્રહમાં રક્ત થઇને અનેક છળકપટ કરી પોપમાં આગળ વધે છે ને ગુણધરની માફક દુ:ખી થાય છે. | મુનિની અમૃતમય વાણી સાંભળીને મારી સ્ત્રીઓએ ગુણાકર અને ગુણધરને વૃત્તાંત પૂછવાથી મુનિએ તે વૃત્તાંત કહેવું શરૂ કર્યું . આ જ વિજયને વિષે જયસ્થળ સંન્નિવેશમાં વિહું અને સુવિહ નામે બે વણિક ભાઈઓ રહેતા હતા, તેમાં P.P.AC. Gunnasuri M.S. Jun Gun Aaradhak Trust