Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 340 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પરિછેદ 6 કો. શુરસેન અને મુક્તાવલી મિથિલા નરેશ જમી-કીર્તિ-વૃતિ-વૃદ્ધ,-ત્રદૃદ્ધિ-સિદ્ધિ-વિધાયા नत्वा शंखेश्वरं पार्श्वनाथमग्रे कथा ब्रुवे // .. - ભાવાર્થ–લક્ષ્મી, કીર્તિ, ધીરજ, બુદ્ધિ, ઋદ્ધિ તથા સકલ મનોરથની સિદ્ધિને કરનારા સંખેશ્વર પાર્શ્વનાથને નમસ્કાર કરી હવે કથાને આગળનો ભાગ કહું છું. સુર્યની કાંતિ સાથે જ્યારે મિથિલા નગરીની તેજસ્વી દિવાલની કાંતિ એક થઈ જાય છે ત્યારે એ નગરી અપૂર્વ શેભાને ધારણ કરે છે. જગતભરમાં પોતાના રૂપ, ગુણ તેમજ વૈભવે કરીને પ્રસિદ્ધિપણાને પામેલી એ નગરીની જાહેરજલાલી વૃદ્ધિ પામે જતી હતી, એના વિશાળ અને મનહર રાજમાર્ગો, અનેક ગગનચુંબિત વિશાળ ઇમારતો, જગતભરમાં ખ્યાતિ પામેલાં ઉદ્યોગ મંદિર, વિશાળ, સુંદર, રમણીય અને નવપલ્લવ ફલ-ફલથી વિકસ્વર થયેલી લત્તાએથી શેભતા ઉદ્યાનો, બગિચાઓ અને સહકાર, પુન્નાગ, રાયણ, અશેક, આસોપાલવ આદિ વૃક્ષ નગરીની શોભા વધારી રહ્યા હતા. - એમિથિલા નગરીનો શાસક નરસિંહ નામે નરપતિ પિતાના તેજ અને પ્રરાક્રમથી મહામંડલના શત્રુ રાજાને એને પણ જીતી નરસિંહ નામને સાર્થક કરી રહ્યો હતો. શીલ ગુણેકરીને શેભતી અને દોષથી રહિત, કલાનિપુણ અને મનેહરા ગુણમાલા નામે રાજાની પટ્ટરાણી હતી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust