Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ ૩પ૬ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પદ્મખંડ નગરમાં ધનવાન ઈશ્વર અને ધનેશ્વર નામે બે વણિક મિત્રે રહેતા હતા. ઇશ્વર જૈન ધર્મમાં પ્રીતિ વાળે તેમજ રાત્રી ભોજનના ત્યાગરૂપ વ્રતવાળે ધર્માનુરાગી હતા ત્યારે મિથ્યાત્વધર્મથી દુષિત ધનેશ્વર વિપરીત બુદ્ધિને હોવા છતાં પણ બન્ને વચ્ચે કંઈક મિત્રતા હતી. પ્રતિદિવસ દિવસના આઠમા ભાગે ભોજન કરવામાં તત્પર ઇશ્વરને જાણીને કદાગ્રહી ધનેશ્વર ધર્મની નિંદા કરવા લાગ્યોએહ ! આ અજ્ઞાની ઈશ્વરની ચેષ્ટા તો જુઓ ! દિવસમાં બે વાર ભોજન કરે છે પરંતુ શાસ્ત્રમાં સદા પવિત્ર કહેલું નક્તવ્રત (રાત્રીભોજન) કયારે પણ કરતો નથી. ધનેશ્વરની વાત સાંભળી ઈશ્વર બોલ્યો. “મિત્ર! કદાગ્રહમાં સાવધાન પણે ધર્મની નિંદા કરી આત્માને ભવ સાગરમાં ડુબાવનાર નિવિડ પાપકર્મ વડે તું શા માટે બંધાય છે? બુદ્ધિમાનોએ તો વિચાર કરીને પ્રવૃત્તિ કરવી જોઈએ, અપ દોષ વાળાને આદરી બહુ દોષવાળું છોડી દેવું જોઈએ. એદનાદિક અલ્પદોષ વાળું ભોજન કરા મહાદોષવાળા માંસાદિકનો ત્યાગ કરવો, પરદ્રવ્ય હરણ, અને પરસ્ત્રીસેવન એ બહુ દોષવાળા પાપનો પણ ત્યાગ કરી શ્રાવકે સ્વદ્રવ્ય અને સ્વસ્ત્રીમાંજ સંતોષ ધારણ કરવા તેમજ રાત્રી ભોજન ( નક્તવ્રત)માં તો પારાવાર દોષ હોવાથી વિવેકી પુરૂષે તેને અવશ્ય ત્યાગ કરે યોગ્ય છે રાત્રીભોજનના દેન તો પાર નથી જ્યારે ગુણ એક પણ નથી અને અનેક જીની વિરાધના રાત્રી ભોજનમાં રહેલી છે. દિવસે ભોજન કરવાથી તૃપ્તિ ન થઇ તો રાત્રી. ભોજન કરનારને તૃપ્તિ થશે નહિ રાત્રિ ભેજન જે પ્રાણી કરતો નથી તેનું જીવતર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhakrust