Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 338 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છતાંય જન ધર્મને આરાધવામાં પ્રમાદ કરું છું. હા ! એ મારા પ્રમાદને ધિક્કાર થાઓ, એ ચિંતાતુર નરપતિના મનને શાંત કરતી પુષ્પસુંદરી બેલી, હે સ્વામી! ખેદ શા માટે કરે છે? ઉદ્યમ કરનારનાં કાર્ય સિદ્ધ થાય છે હજી બાજી હાથથી કાંઈ ગઈ નથી. નિ:સત્વ નારીયેજ શેક તો કરે છે. હે નાથ ! સવંત તો કાર્યમાં ઉદ્યમવાળા થાય છે માટે પુત્રને રાજ્ય સ્થાપન કરી રાજ્યચિંતાથી મુકત થાવ. બ્રહ્મચર્ય વ્રતને યાવત જીવ સુધી પાળો, શ્રીસુરસુંદર ગુરૂ આવે ત્યાં સુધી સઘળે કાળ ધર્મ આરાધનમાં નિર્ગમન કરે, ને ગુરૂમહારાજ પધારે ત્યારે તમારા મનોરથ સિદ્ધ કરજે. પટ્ટરાણી પુષ્પસુંદરીની વાત સાંભળી રાજા ખુશી થયો. હે દેવી! તમે સારૂં કહ્યું, " એમ કહી રાજાએ રાણીનું વચન માન્ય કરી. વીરેત્તર રાજકુમારને રાજ્યાસને સ્થાપી દીધો. રાજ્યની તમામ ચિંતાથી પરવારી રાજાએ ઉપાધિથી સર્વથા મુક્ત થઈ ધર્મમાં પોતાને કાલ વ્યતીત કરવા લાગ્યો. દરરોજ તે સંપૂર્ણ શાંતિથી એક ચિત્તે જીનેશ્વરની પૂજા કરવા લાગ્યું. સામાયિક કરતો. પૌષધવ્રતમાં પ્રીતિવાળ થઈ અખંડપણે પૌષધવ્રતને આચરવા લાગ્યા શાસ્ત્ર અધ્યયન, પરમેષ્ટી જાય, તત્વચિંતવનમાં એ શુભસમય વ્યતીત કરતો પણ પ્રમાદનું સેવન કરતો નહિ. અનિત્યસ્વભાવના ભાવતો રાજા પિતાના દેહના મમત્વને પણ ત્યાગ કરવા લાગ્યા, દાન, શિયલ તપ અને ભાવ એ ચારે પ્રકારના ધર્મનું આરાધન કરતો રાજા ધર્મધ્યાનમાં જ સમય પસાર કરવા લાગ્યો. રાણી પણ રાજાની માફક તપથી કૃશ થયેલી ધર્મક્રિયામાં પ્રીતિને ધારણ કરતી - ગુરૂમહારાજના આગમનની રાહ જોવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust