Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવનો સનેહસંબંધ 315 મારા વિચારી ના પતિ व्यवसायं दधात्यन्ये, फलमन्येन भुज्यते / पर्याप्तं व्यवसायेन, प्रमाणं विधिरेव नः // 1 / / ભાવાર્થ-આ જગતની વિચિત્રતા તો જુઓ, ઉદ્યમ કઈ કરે છે ત્યારે ફલ તો કઈ બીજજ લઈ જાય છેભગવે છે, તો પછી એવા ઉદ્યમ વડે કરીને શું ? અમારે તો ભાગ્ય એ એકજ પ્રમાણભૂત છે. પુરોહિત બાળા પણ પિતાનું કાર્ય સમાપ્ત કરીને સખીઓ સાથે ચાલી ગઈ. પ્રાત:કાળ થતાં ચારે બાળા-. એની સખીઓએ વિચાર કર્યો. “જે આપણે આપણી માતાને આ વાત નહિ કરીયે તો ગુન્હામાં આવશુ. / એમ વિચારી સખીઓએ એમની માતાને વાત કરી માતાએ પોતપોતાના પતિને એ સમાચાર આપી દીધા.. રાજાએ વિચાર કરી પ્રધાનોને બોલાવી આદેશ કર્યો.. “હે મંત્રીઓ ! દેવ કુળમાં રહેલા એ ભાગ્યવંત પુરૂષને મોટા આડંબર પૂર્વક રાજમંદિરમાં તેડી લાવો.” રાજાના હુકમથી મંત્રીએ જીણુ દેવ મંદિરમાં આવીને. સિદ્ધદત્તની પાસે ઉભા રહ્યા, મંગલમય વાર્દિત્ર એક તરફ વાગવા લાગ્યાં. બીજા તરફ બંદી જનો જય જય શબ્દ ઉચ્ચાર કરવા લાગ્યા, સૌભાગ્યવંતીઓ મંગલમય ગીતો ગાવા લાગી. એ મંગલમય શબ્દોથી જાગ્રત થયેલા સિદ્ધદત્તને પટ્ટહસ્તી ઉપર બેસાડી મોટા મહોત્સવ પૂર્વક નગરમાં પ્રવેશ કરાવી રાજ મંદિરમાં લાવ્યા, લોકેના મુખથી પુરંદર સુતને જાણીને રાજા બહુ જ ખુશી થયો. સિદ્ધદત્તને ઘર બહાર કાઢયા પછી તુરતજ એના. પિતાને પસ્તાવો થવાથી આખી રાત્રી એની ધમાં વ્યતીત કરી, પ્રાત:કાળે કે ના મુખેથી પિતાના પુત્રની લાવી,