Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 268 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “આજે તમે એ દુર્દમ હાથીને વશ કરવાથી વિમાનમાં રહેલી એ બાળાએ તમારા કંઠમાં પુષ્પમાળ નાખી ને આ વસ્ત્રાભરણુ પણ તેણીએજ મોકલાવ્યું છે. તમને જોતાંજ એ બાળા તમારા પર પ્રીતિવાળી થયેલી છે, વિદ્યાધરીએ રત્નશિખાને વાત કહી સંભળાવી. તે વાત દરમિયાન કેટલાક ઘોડેસ્વારો ત્યાં આવી પહોંચ્યા. રત્નશિખ પાસે આવી એક ઘોડેસ્વારે નમન કરી પૂછયું, “મદોન્મત્ત ગજરાજ પર આરૂઢ થયેલ પુરૂષ ક્યાં ગયો તે તમે પ્રસન્ન થઈને કહો. તેના શરીરને કુશલ તો છે ને ? એ પુરૂષનો પ્રશ્ન સાંભળી વિદ્યાધરી બોલી. “શું ગજેન્દ્રના ચારને તમે પકડવા આવ્યા છે. વારૂં ? " “ના, ના, એમ નહિ અમારા સ્વામી તેમના પરાક્રમથી ખુશી થયા છતા તેમનું દર્શન ચાહે છે. પેલો પુરૂષ બો . આ પરાક્રમીએ જ આ મદમસ્ત હસ્તીને વશ કર્યો છે. એમના સિવાય બીજાનું આવું પરાક્રમ ક્યાંથી હોય ? તમારા સ્વામીને એ સમાચાર કહો કે જેથી તેઓ અહીં આવીને ભલે જુએ. વિદ્યાધરી :બેલી. વિદ્યાધરીની વાત સાંભળીને ઘોડેસ્વારોએ પોતાના - નગરમાં જઈને પોતાના રાજાને એ સમાચાર કહ્યા. રાજ વસુતેજસ ખુશી થતો એ પુરૂષને પોતાના નગરમાં લઈ - જવાને તે સરોવરને કાંઠે આવ્યો.. વિદ્યાધરીઓના ચાલ્યા જવાથી સાવરને કાંઠે રહેલા એકાકી રત્નશિખાને તે માનપૂર્વક પિતાના નગરમાં તેડી લાવ્યું. રાજસભામાં યોગ્ય આસને બેસાડી વસુતેજસ રાજા બોલ્યો “હે વીર ! મારે આઠ કન્યાઓ છે તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust