Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 302 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કૃત્ય માનતો ધન્યને છોડી પોતાના ગામ તરફ નાશી ગયો. - અંધ થયેલો ધન્ય જગલમાં આમ તેમ ભટકતો એક મોટા વૃક્ષની નીચે આવીને બેઠે. એને તો હવે રાત્રી ને દિવસ સરખાજ હતા. તે અંધ હોવા છતાં તેમ જ ધરણે છેતરીને નેત્રો હરવા છતાં એના વિચારે કેવા ? “આહા મારે ભાઈ એકાકી ક્યાં ગયે હશે? તેનું શું શયું હશે ? ) . નાના ભાઈના કુશલ માટે શેક કરતા ધન્યને જ્ઞાનથી જાણીને વન-દેવતા પ્રગટ થઈને બોલી “અરે ધન્ય ! દુજેન શિરોમણિ અને ભ્રાતૃદ્રોહ કરનાર એ ધરણની ચિંતાથી સ હવેનેત્ર રોગને નાશ કરનારી આ ગુટિકાને ગ્રહણ કર22 ગુટિકાને ધન્યના હાથમાં આપી દેવી પિતાને સ્થાનકે ગઈ - દેવી ગયા પછી ધન્ય ગુટિકાના અંજનને પોતાની - આંખમાં અંજન કરવા લાગ્યું કે તરતજ દેવીના પ્રભાવ થકી ધન્ય દિવ્ય નેત્રો વાળ થઈ ગયો. રાત્રી ત્યાં વ્યતીત કરી તે દેવીમાં ભક્તિવાળ ધન્ય ત્યાંથી આગળ ચાલતાં અનુક્રમે સુભદ્રનગરમાં આજો, - સુભદ્રનગરમાં ભમતા ધચે પટ વાગતો સાંભળ્યો. રાજપુરૂષો ચલે ચકલે ઉદ્દઘોષણ કરતા હતા કે, જે રાજકુમારીના નેત્રને સજજ કરશે તેને જ અર્ધ રાજ્ય - અને રાજકુમારી પણ આપશે ? ધ ઉોષણ સાંભળી પટાહને સ્પર્શ કર્યો પેલી દેવીની આપેલી ગુટિકાથી રાજકુમારીને દિવ્ય નેત્રોવાળી બનાવી દીધી. ધન્યની કૃતિથી અજાયબ થયેલા રાજાએ પોતાની પુત્રી પરણાવી રાજ્યના અર્ધભાગ આપી પિતાના સર કરી દીધો. સત્યના પ્રભાવથી આખરે પણ ધન્ય રાજસુતા તેમજ રાજ્ય મેળવીને સુખી થયેTrue P.P. Ac. Gunratnasuri