Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ સરવેગ નવરાગ્યમય દીક્ષા પ્રહ એકવીશ ભવનો સ્નેહસંબંધ 267 એ સ્ત્રીઓનાં વચન સાંભળી રાજા બોલ્યો. “કોણ તમારી સખી? તેણીએ મને ક્યારે જોયો?” રાજાની વાત સાંભળીને સખી બેલી કે હે વીર! સાંભળો. ઉત્તર દિશાને વિષે વૈતાઢય નામે પર્વત પૂર્વ પશ્ચિમ સમુદ્રમાં પોતાની પાંખોને ફેલાવતો પૃથ્વીને જાણે માનદંડ હોય તેવી રીતે રહેલો છે. ત્યાં સુરસંગીતપુર નામે નગરમાં સુરણ નામે વિદ્યાધરને રાજા હતો, તેને ભિન્નભિન્ન રાણીઓ થકી શશિવેગ અને સુરગ નામે બે પુત્રો થયા. અન્યદા વૈરાગ્યમય હૃદયવાળા સૂરણે વડીલપુત્ર શશિવેગને રાજ્ય સમર્પણ કરી દીક્ષા ગ્રહણ કરી આત્મ સાધના કરી. શશિવેગ પાસેથી રાજ્યની જીજ્ઞાસાવાળા સુરવેગે પોતાના મામા સુવેગનો આશ્રય ગ્રહણ કરી તેની મદદથી સૈન્ય વડે શશિવેગના નગરને ઘેરી લીધું. મંત્રીએના કહેવાથી રાજનગરનો ત્યાગ કરી શશિવેગ પોતાના: પરિવાર સાથે ચાલ્યો ગયો. આ મહા અટવીમાં રહેલા સુગિરિ પર્વત ઉપર નવીન નગરની સ્થાપના કરીને સૈન્ય સાથે શશિવેગ રહ્યો, અનુક્રમેતેની ચંદ્રપ્રભા નામે પુત્રી યુવાવસ્થામાં રમવા લાગી. તેને જોઇને નિમિત્તિઓએ કહ્યું. “હે રાજન ! જે પુરૂષ આ બાલાને પરણશે તેની સહાયથી તમને રાજ્ય મલશે.” નિમિત્તિયાની વાણી સાંભળી રાજા 9. " આ બાળાનો પતિ કે શું થશે? ને એ ઓળખાય પણ શી રીતે ? સુઝિવપુર નગરના રાજા વસુતેજસનો મદોન્મત્ત ગજરાજ આલાન સ્થંભને તોડી જંગલમાં ચાલ્યો જશે.. તેને જે વશ કરશે તે જ આ બાળાનો પતિ સમજજે. નિમિત્તજ્ઞ પુરૂષે રાજાને ઓળખાણ આપી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust