Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 271 શશિવેગ મારા ભાણેજ પાસેથી રાજ્ય ગ્રહણ કરવાને ઈચ્છે છે ત્યારે તમને મારવાની ઇચ્છાએ ગજનું રૂપ કરીને શીધ્રગતિએ તમારા ઉદ્યાનમાં આવ્યો પણ તમે દયાળુએ શિક્ષા કરીને પણ મને પ્રતિબોદો, કારણકે રેગીને વૈદ્ય આપેલું તીખુ અને કડવું ઔષધ પણ ગુણકારી થાય છે. આ વિષમય સંસારને જાણ્યા પછી ડાહ્યો પુરૂષ તેની જાળમાં ફસાતો નથી, જેથી હું પણ સંયમની અભિલાષાવાળા હોવાથી મારા રાજ્યને પણ તમે અંગીકાર કરે, જેથી નિર્મળ એવા સંયમને હું આરાધું એ દરમિયાન સુવેગ રાજાના અનેક વિદ્યાધર સુલટ આવી પહોચ્યા, શશિવેગ પણ પોતાના સૈન્ય સાથે આવી પહોંપો પણ યુદ્ધના ભીષણ અંગને બદલે અહીંયાં તો શાંત રસના તરંગે ઉછળી રહ્યા હતા. રાજપાટ છોડીને સંયમનો અભિલાષી સુવેગ ફરીને રત્નશિખાને કહેવા લાગ્યો હે ધર્મબંધુ ! રાજ્યને ગ્રહણ કર, મને સંયમમાં વિન ના કર ! >> સવેગની આ વાત સાંભળી તેના સુલટ આશ્ચર્ય પામ્યા. સુવેગને શાંત કરતા રત્નશિખ અને શશિવેગ બોલ્યા. “હે સાહસિક! જગતમાં એક તમને જ ધન્ય છે કે આવું વિદ્યાધરોના ઐશ્વર્યવાળુ મોહક સામ્રાજ્ય તૃણની માફક છોડવાને તમે તૈયાર થયા છે, છતાં હાલમાં તો તમે તમારું રાજ્ય ભોગવે સમય આવ્યે સંયમને આરાધજે કેમકે યૌવનવયમાં ઇંદ્રિય નિગ્રહ દુર્જાય છે. પવનથી કંપાયમાન દવાના જેવું ચંચળ મન છે માટે લીધેલા વ્રતનો ભંગ થાય તો મહા અનર્થન કરનાર છે જેથી અત્યારે તો રૂડી રીતે રાજ્યને ભેગો. ' રત્નશિખે અનેક રીતે સુવેગને સમજાવવા છતાં વૈરા Jun Gun Aaradhak Trust P.P.Ac. Gunratnasuri M.S.