Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 294 પૃથ્વોચંદ્ર અને ગુણસાગર રોગી, શેક, ભય, ક્ષુધાત્ત, દુર્ભગ, દુઃસ્વર એ બધાંય જીવહિંસાનાં ફળ છે. જે પ્રાણીઓ હિંસા થકી વિરામ પામતા નથી તે અતિ દુ:ખને પામે છે, ને જે હિંસાનો ત્યાગ કરે છે તે સુખી થાય છે. જે હિંસક હોય છે, તે નિર્દયપણે પિતાના પિતાનો પણ ઘાત કરીને નરકાદિ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. તેઓ શત્રુંજયરાજા અને શુરકુમારની માફક દુ:ખને ભજનારા થાય છે. - “એ શત્રુંજય ને શર કોણ હતા ને હિંસાથી તેમને શુ” ફળ મલ્યું તે કહે. સ્ત્રીઓના પૂછવાથી મુનિએ શત્રુ-', જયરાજા અને શૂરકુમાર-પિતા પુત્રનું દૃષ્ટાંત કહેવું શરૂ કર્યું. આ પૂર્વે આ વિજયમાં વિજયપુર નામે નગર હતું તે નગરના અધિપતિ શત્રુંજયરાજાને શુર અને ચંદ્ર નામે અને પુત્રો હતા, વડીલ પુત્ર શરને યુવરાજપદ આપ્યું ને ચંદ્રને કાંઈ પણ ન આપવાથી તે રિસાઇ વિદેશ ચાલ્યો ગયો. - ચંદ્રવિદેશમાં ભમતો અનુક્રમે રત્નપુરનગરના ઉદ્યાનમાં આવ્યો. ત્યાં એક મુનિને જોઈ તેમને નમસ્કાર કરી તેમની આગળ બેઠે, મુનિએ દયાધર્મને ઉપદેશ આપ્યો. - જીવદયાનો ઉપદેશ સાંભળી બોધ પામેલા ચંદ્ર સંગ્રામ' સિવાય પંચિક્રિય જીવનો વધ ન કરવાનો નિયમ ગ્રહણ કર્યો તે પછી તે રત્નપુરનગરના રાજા જયસેન નરપતિની સેવા કરવા લાગ્યો, અનુક્રમે તે રાજાનો વિશ્વાસ થવાથી એક દિવસે રાજાએ ખાનગીમાં કહ્યું. કુંભ નામને સામે તે મહા બળવાન અને અભિમાની થઈ ગયો છે માટે ગુપ્ત રીતે ત્યાં જઈને એને મારી નાખ.” રાજાના વચન સાંભળો ચંદ્ર બો . મિ મહારાજ ! એ પાપ મારાથી નહી થાય, સંગ્રામ સવાય કોઈ પણ પ્રાણીવધ ન કરવાને મેં ગુરૂ પાસે નિયમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust