Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 292 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર, એવી રીતે તાળું દઈને બહાર જવા છતાંય તેના મનમાં અનેક દુષ્ટ વિકલ્પ થયા કરતા હતા. એ દુવિકલ્પના કારણથી તે બહાર પણ અધિક સમય ન ભતાં ઝટ પાછે. ફરતો હતો. કોઈ પણ તેને ઘેર આવતું તેને તે સહન કરી. શકતે નહિ. એ સુરસુંદર તે હું પોતે. - ભિક્ષુકેએ મારું ઘર પછી તજી દીધું અને જૈન સાધુઓએ તો વિશેષ કરીને છોડયું. છતાંય ભવિતવ્યતા બળવાન છે. એક દિવસે કાર્યની વ્યગ્રતાથી દરવાજો બંધ કર્યા વગર હું બજારમાં ગયો. ને મારા બજારમાં ગયા પછી એક મુનિએ મારા મકાનમાં પ્રવેશ કર્યો. મુનિને જોઈ પ્રસન્ન થતી મારી સ્ત્રીઓ બોલી, “ઓહો આજે તો આપણે ભાગ્યોદય થયો. - પ્રસન્ન થયેલી મારી સ્ત્રીઓએ મુનિને બેસવા માટે આસન આપ્યું, એ મુનિને અક૯ય હોવા છતાં પણ એ જ્ઞાની મુનિ ભવિષ્યમાં લાભ થવાનો જાણીને તે ઉપર બેઠી તેમની આજુબાજુ મારી સ્ત્રીઓ મુનિને વચમાં રાખીને બેઠી. મુનિ તેમને ધર્મોપદેશ દેવા લાગ્યા. ' . એ દરમિયાન બજારમાં ગયેલે સુરસુંદર-હું પોતે કાર્ય પતાવીને ઝટ આવી પહોંચ્યો ને જોયું તો એકાતમ. મારી સ્ત્રીઓની મધ્યમાં મેં એક મુનિને જોયા. એ રૂપવીને સુનિને જોઈ મને એમને માટે કંઈક વિચારો આવી ગયા “આ મુનિને હું કચી રીતે ને શી રીતે શીક્ષા કરૂં ? ' પ્રચ્છન્નપણે છુપાઈને હું તેમની ચેષ્ટા જેવા લાગ્યા રોષથી ધમધમી રહેલા મેં તેમને માટે અનેક દુષ્ટ વિચ કર્યા. “અરે ! આ. શ્રમણ અત્યારે એકાંતમાં માત્ર સ્ત્રીઓની મધ્યમાં બેસીને મઝાક ઉડાવે છે પણ એ શરીરના આઠે અંગેમાં હું પાંચ પાંચ લાકડીના પ્રક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust