Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 298 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સત્ય બોલનાર પ્રાણ કોઇને પણ ઠગતો નથી. ધન્યની માફક સરળ સ્વભાવી થઈને સર્વને વિશ્વાસ મેળવે છે, ત્યારે ધરણની માફક અલીભાષી પોતાને અને પરને ઠગી - મનુષ્યભવ હારી જાય છે. ““એ ધન્ય અને ધરણું કોણ હતા ? અને તેઓએ શું કર્યું? તે જરા સ્પષ્ટતાથી કહો.” એમ સ્ત્રીઓના પૂછવાથી મુનિ બોલ્યા, આ વિજયના સુનંદન નામે નગરમાં સુદત્ત શ્રેષ્ઠિના. ધન્ય અને ધોરણ નામે બે પુત્રો હતા, ધન્ય સજન સૌમ્ય પ્રકૃતિવાન, સત્યવાદા અને પ્રિયંવદ હતો ત્યારે ઘરણ એથી વિપરીત હતો. ભિન્ન ભિન્ન સ્વભાવવાળા હોવા છતાં એ બમાં ગાઢ સ્નેહ હતો, એકદા ધરણે વિચાર કર્યો. “આ ધન્યની ઈજ્જત આબરૂ સારી હોવાથી મારે કઈ ભાવ પૂછતું નથી. તે એ જીવે છે ત્યાં લગી મારો ભાવ કઈ પૂછવાનુંય નથી, તે એને ઉપાય કરું તો બેય શું ? એમ વિચારતા ધરણે માયા વડે કરીને મીઠું મીઠું બોલતાં એકાંતમાં ધન્યને કહ્યું, - “હે ભાઈ ! તું મને પ્રાણથી પણ અધિક પ્રિય છે . તો મારો એક મનોરથ તું પૂર્ણ કર, કે આપણે પરદેશ જઈને પોતાની શક્તિથી ધન ઉપાર્જન કરીએ, કેમકે ધને વગર લોકમાં માન મલતુ નથી. લોકમાં પણ કહ્યું છે કે, દરિદ્રી, વ્યાધિવાળ, મૂર્ખ, પ્રવાસી અને પરાધીન આજીવિકાવાળે એ પાંચે જગતમાં જીવતા છતાં મરેલા છે. - વાઘ અને હાથીઓથી ભરપુર વનમાં રહેવું સારૂક વૃક્ષનાં પાંદડાં કે ફલ, ફલ ખાઈને રહેવું સારૂ, વર્ણન સંથારા પર શયન કરવું સારૂ, તેમજ વનમાં રહીને ઝાડની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust