Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 29 છાલનાં વસ્ત્ર પહેરવાં સારાં પણ પોતાના કુટુંબીજનોની મધ્યમાં ધનરહિતપણે રહેવું સારું નથી. માટે હે બંધો ! પરદેશમાં જઈ આપણે ધન ઉપાર્જન કરીયે, કારણ કે નિર્ધન અને મૃતમાં મને તો કાંઈ તફાવત લાગતો નથી. મૃતકને જેમ કેઈ જોતું નથી તેમ નિર્ધન તરફ પણ કઈ નજર કરતું નથી.” ધરણની આ પ્રમાણેની પરદેશગમનની વાત સાંભળીને ધન્ય બોલ્યો, “બંધો ! તારી વાત તે ખરી છે પણ મહેનત. વગર ધન શી રીતે મળે ? ધન્યની વાત સાંભળી ધરણ બોલ્યો, “અરે બંધુ!ધન પેદા કરવું એ તો મારે ડાબા હાથનું કામ છે જે પરસે ઉતારી મહેનત કરી પેદા કરવામાં વાર છે પણ કેઈન કાન તેડવો, કેઇની ગાંઠ છોડવી, કે ખીસ્સાં કાતરવાં, ખાતર પાડવાં, ચેરી કરવી આદિ ઉપાય વડે કરીને ધનને આપણે ઉપાર્જન કરશું. તેની વાત સાંભળી ધન્ય ચે . શાંત પાપં ! શાંત પાપં ! આ પ્રકારનું દુષ્ટવચન . તું ફરીને ના બોલ, પરવંચન મહા પાપં' એ શું તું ભૂલી ગયો ? એની વિચારણા કે એ સંબંધી વાતચીત. કરવી તે પણ સંતાપને કરનારી થાય છે માટે દેવગુરૂનું સ્મરણ કરી એ પાપનું નિવારણ કર.” પિતાના કથનની વિપરીત અસર થતી જાણુને ધરણું. ધન્યની વાતને અંગીકાર કરી પિતાની વાતની દિશા ફેરવતો બોલ્યો-“એવા અકાર્યથી ધન પેદા થતું નથી મેં તો ફક્ત તારી પરીક્ષા કરવા માટે કહ્યું હતું કે એ વાતમાં તું સંમત્તિ આપે છે કે નહિ. પરદેશમાં કોઈક ધન વાનની સેવા કરી તેની પાસેથી દ્રવ્ય લઈને આપણે વ્યાપાર કરશું ? ધરણે એ રીતે ધન્યને વિશ્વાસ પમાડી પરદેશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust