Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 282 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સુર સાથે પિતાના કંઠને મેળવતી પિતાની ગીત કળાને સાર્થક કરવા લાગી. રાજકુમાર પૂર્ણચંદ્ર પણ એ સમયે વસંતરાજની. મોજનો સ્વાદ લેવાને મિત્રોની સાથે ઉદ્યાનમાં આવેલો હતે ઉદ્યાનની શેભાને નિરખતો ને વસંતની અનુપમ, લીલા જોઈ હરખાતો, મિત્રો સાથે વિનોદ કરતો એ રાજકુમાર એકાએક પુષ્યાની દષ્ટિએ આકર્ષાયો. મધુર આલાપપૂર્વક વીણાના તારને મેળવતી પુષ્પા કુમારીની દ્રષ્ટિ અચાનક એ કુમાર પર પડતાં પરભવના સંબંધથી ત્યાંજ થંભી ગઈ, “અરે ! આ તે વસંતરાજને મિત્ર કામદેવ કે શું ?* યૌવન વયવડે મનોહર અંગોપાંગવાળા, ને અતિ સુંદર સ્વરૂપવાળા કામદેવના અનુજબંધુ સમાન પૂર્ણ ચંદ્ર કુમારને જોઈ પરભવના સ્નેહ સંબંધથી બાળા વિગત. ચેતનાવાળી થઈ થકી રોમાંચને અનુભવતી, આંખનાં. પોપચાંને સંકેચી દેતી મૂચ્છિત થઈ ગઈ. મેહના બાણ. વડે ઘાયલ થઈને પૃથ્વી પર ઢળી પડી. - સખીઓએ શીતજલ અને મંદમંદ પવનની લહેરવડે સ્વસ્થ કરેલી બાળા પુષ્પા સખીને કહેવા લાગી.. સખી! રૂતુરાજ વસંતરાજની સરખે દિલને ડોલાવના: આ સુંદર યુવાન કોણ છે? શું આ તે કામદેવ કે સૂર્ય દેવ, અથવા તો સૌમ્ય આકૃતિવાન સર કે વિદ્યાધર ?" . “સખી પુષ્પા ! કામદેવના સમાન તારા સરખી સાહેલીના દિલને ડોલાવનાર આ પૂર્ણચંદ્ર રાજકુમાર, આ. કામદેવ નથી કેમકે તે તો શરીર વગરને છે. સૂર્ય પણ નથી તે તે બહુ તાપને આપનારો છે. આંખોનાં પિપચાં. સ્થિર ન હોવાથી સુર પણ નથી, આ તો વિચક્ષણ ને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust