Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 286 પૃથ્વોચંદ્ર અને ગુણસાગર - સ્નેહ પણ સંભવતો નથી, તો પછી એ શી રીતે બને ?>> વિશાલ સામંત પિતાની બહેન સાથે વાત કરતાં જરા છે . - “તો તેઓ એક બીજાને મળે અને વાતચિત કરે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. વિશાલ સામંતની વાત સાંભળીને તારી ફેઈ પ્રિયંગુમંજરીએ તે વાત કબુલ કરી એની પ્રશંસા કરી. તે પછી બન્નેએ એક યુક્તિચજના ઘડી કાઢી તે મુજબ આજે ઉદ્યાનમાં તમે બન્નેને મેળાપ થયો. તમારી એક બીજાની સ્નેહની વાત સાંભવળીને બધા ખુશી થયાં છે ને મને લાગે છે કે તારી મરજી . હશે તો વિવાહોત્સવ જલદિથી ઉજવાઈ પણ જશે. - પ્રિયંવદાની રસભરી ને અનુકૂળ વાત સાંભળીને પુષ્પા ખુશી થતી બોલી, “સખી પ્રિયંવદા ! તું જેવી નામથી પ્રિયંવદા છે તેવી અર્થથી પણ છે. આજે તો તેં પ્રિય વાત - કહીને તારું નામ સાર્થક કર્યું. કુમાર પૂર્ણચંદ્રને પણ તેના મિત્રોએ આ યુક્તિ સમજાવીને ખુશી કર્યો. બન્નેએ ધીરજથી કેટલેક સમય પસાર કર્યો તે પછી તો રાજાએ અને વિશાલ સામંતે વિવાહ કાર્યને આરંભ કર્યો. મુદ્દત્ત જેવરાવી શુભ મુદત્ત મોટા મહાસવપૂર્વક વિશાલસામંતે પોતાની કન્યા રાજકુમાર પૂર્ણ ચંદ્રને પરણાવી દીધી. તે સમયે ખાન, પાન, અને ; ગાન તાનથી આખુય નગર રસસાગરની લહેરોને અનુભવવા લાગ્યું... રાજકુમાર પુષ્પાસુંદરી-નવેઢા પત્ની સાથે પિતાના * મહેલમાં રહ્યો છતો દેવતાની માફક પાંચપ્રકારનાં વિષયસુખને ભેગવવા લાગ્યો. .. . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust