Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 234 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કેઈની ઉપર ન કરવાથી એણે એક નિ:શ્વાસ મુક્યો. એક વાર ફરીને દષ્ટિથી બધા રાજકુમારને નિરખી લીધા. જ એના પિતાને બહુ દુ:ખ થયું. શું બધાય રાજકુમારમાંથી કોઈ રાજકુમાર કન્યાને પસંદ પડયો નહિ ? - આજની સ્વયંવર સભા ત્યારે શુ નિષ્ફળ થવા સર્જચેલી હશે ? આ ઉદ્ધત રાજબાળા બધાય રાજકુમારોને અનાદર કરી શું તેમનાં ખુલ્લાં અપમાન કરશે ? બધાય રાજવંશીઓનાં અપમાન કરવાનું ફલ એને જરૂર ભાગ- વવું પડશે ગમે તે એક રાજવંશીને તો એને વરવું જ પડશે પણ ત્યાં આશ્ચર્ય ! જેનાં યશગાન કેઇએ ગાયાં નથી, જે સામાન્યવેશમાં હાથમાં વીણાને ધારણ કરી બીજાને આનંદ ઉપજાવી રહ્યો છે, એવો પેલો ગધવ એ બાળાની દૃષ્ટિએ પડ્યો, એ ઉપરથી સામાન્ય જણાતા જવાનને જોતાં એના મનમાં કઇક ભાવો જાગ્રત થયા ને એની વરમાળ પછી તો એનાજ કંઠમાં પડી–ઠરી, કેઈ ભયંકર ધડાકો થતાં જેમ બધા સ્તબ્ધ થઈ જાય તેમ રાજકુમારીના આ બનાવે બધાય રાજકુમારે ક્ષોભ પામી દિમૂઢ થઈ ગયા. બનાવટી શાંતિને ધારણ કરી રહેલા રાજકુમારે સાવધ થઈને પોતાના અપમાનનો બદલી લેવાને તૈયાર થઈ ગયા ને ધીમો કોલાહલ શરૂ થયો.શાત દેવાલય સરખી સ્વયંવર સભા રણસંગ્રામની માફક ખળભળી ઉઠી, કુમાર દેવરથના સુભટને એ બનાવની જાણ થતાં સારૂ થયું સારૂ થયું બોલતા વિજયનાં વાર્દિો વગાડવા લાગ્યા, પણ રાજા રવિતેજના મનમાં ધ્રાસકો પડ્યો.“અરે! કન્યા એક સામાન્ય વીણાધારીને વરી એ સારું કર્યું નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust