Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 258 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કર સિદ્ધ પુરૂષના વચનથી બોધ પામેલા રાક્ષસે તેનું વચન અંગીકાર કર્યું, પછી તે સુમિત્રને ખમાવી બન્ને સ્ત્રીઓ અને દાલત તેને અર્પણ કરી પિતાને સ્થાનકે ચાલ્યો ગયો. સુમિત્ર પણ સિદ્ધ પુરૂષને ઉપકાર માનતો ને એના ગુણોને યાદ કરતો મહાશાલપુર નગરમાં આવ્યો. ત્યાં ભાડે મકાન રાખી બન્ને પ્રિયા સાથે સુખ ભેગવતો આનંદમાં કાલ નિર્ગમન કરવા લાગ્યો. મેલાપ. મહાશાલપુરમાં વૃદ્ધ અકાએ મણિની ચોરી કર્યા પછી ગુપચુપ સમયવર્તાને સુમિત્ર તો નિકળી ગયો, સુમિત્રના જતા રહેવાની ખબરથી અક્કા તો રાજી થઈ ગઈ હતી. “ઠીક થયુ તે ટાઢા પાણીએ ખસ ગઈ. સુમિત્રના જવાથી રતિસેના તો દુ:ખી દુ:ખી થઈ ગઈ, તેણીએ તો ખાનપાન તજી દીધાં, સ્નાન કરવું, વસ્ત્રાલંકાર ધારણ કરવા એ પણ છોડી દીધું. સુમિત્ર ઉપર એક પ્રીતિવાળી તિસેનાને ત્રણ ઉપવાસ થયા, એક સુમિત્રનોજ જાપ કરતી ને તેનામાંજ એક ભક્તિવાળી રાતિસેનાનું મન કયાંય ૨મતું નહિ, રતિસેનાની આ સ્થિતિ જોઈ એની માતા કુષ્ટિની ગભરાણી “હાય ! આમ તો પુત્રી મરી જશે શું ?" મનમાં વલોપાત કંરતી રતિસેના પાસે આવીને બેલી. “અરે પુત્રી! તને થયું છે શું ? આ નગરમાં અનેક ધનવાન અને રૂપવાન નવજવાનો એક એકથી અધિક છે. તારૂં રસભર્યું મન કોઈનીય સાથે નથી રમતું શુ ? મન ગમતાં ભેજન કરે, આપણે તો એક ધનને જ વરીયે મનુષ્યને નહિ.” કુટિનીએ રતિસનાને સમજાવવા માંડી, રૂપવાન ની સાથે નથી ર વસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust