Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને નેહસંબંધ 235 અથવા તો ભવિતવ્યતા બલવાન છે, છતાં આ બાળા એક સામાન્ય પુરૂષ સાથે તે નજ રમે, રાજલક્ષ્મી ક્યારે પણ તુચ્છ પુણ્યવાળાની ઈચ્છા કરે છે શું ? અત્યારે તો એણે જે નરને પસંદ કર્યો તેનું મારે ગૌરવ કરવું જોઈએ.” - રણુજંગ સમાવી પિલા વીણાધારીને હણી નાખવાને તૈયાર થયેલા રાજકુમારોને નિવારી કેટલાક ડાહ્યા રાજવંશીઓ રાજાની પાસે આવી કહેવા લાગ્યા, “રાજન ! જે તમારે આ વીણધારીનેજ કન્યા આપવાની હતી તો રાજકુમારોને બેલાવી તેમનાં અપમાન કરવાની જરૂર નહોતી, રાજવંશીઓની નજર સમક્ષ કન્યા વીણાધારીને. વરી શકશે નહી. માટે કન્યાએ કરેલી ભૂલ તમે સુધારી કેઈ રાજવંશીને કન્યા આપે.” એ રાજવંશીનાં વચન સાંભળીને શાંતિને ધારણ કરતો રાજા રવિતેજ બે , “અરે, સ્વયંવરમાં કન્યા, પોતાની મરજીથી ગમે તેને વરે એમાં બીજાની માનહાની. નો સવાલ જ ક્યાં છે? છતાંય તમારે ક્રોધ કાબુમાં ન રહે હોય તો લડવાને હું પણ તૈયાર છું.” અરે ભાઈએ ! ખોટા અભિમાનથી ઉદ્ધત બની પોતાના કુળને કલંકિત કરો નહિ, આ સામાન્ય વીણાધારી જણાતો નર કોઈ અસામાન્ય ન સમજી ૯તમાાં બધા કરતાં એનું પુણ્ય જ્વલંત હોવાથી બધાય રાજવંશી અને ભપકાબંધ રાજકુમારોને છોડી કન્યાનું ચિત્ત ત્યાં આકર્ષાયું છે તેટલુંય નથી સમજતા, આ ગુણવાન અને . કલાવાન તેમજ પ્રતાપી નરનો દ્વેષ કરી તમે સાર કાઢશે નહિ.” રાજકુમાર દેવરથના મિત્ર, નકલી દેવરથે એ લડવા તૈયાર થયેલા રાજવંશીઓને સમજાવતાં કહ્યું. બળથી પોતાને ઉદ્ધત અને પરાક્રમી માનતા સર્વે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust