Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 251. = સંસારમાં મનુષ્યજન્મ ધારણ કરી જપ જ છે કે તપ કરો, ધ્યાન કરે કે ઇન્દ્રિયનું દમન કરે, પણ રંભા સમાન આ મનહર બાળાઓ સાથે જે ભાગ ન ભેગવ્યા તો બધુંય વ્યર્થ. આ સંસારમાં સારંગલોચના એ એક જ માત્ર સારભૂત છે. એ સારંગ લોચનાથી કે ક્ષોભ નથી. પામ્યુ ? દેવાંગનાઓથી બ્રહ્મા, ગંગા અને ગૌરી થકી મહાદેવ તેમજ ગોપાંગના થકી ગાવિંદ, તો પછી મારા. જેવો આવી સુંદર સુંદરીઓને ઈ ચલાયમાન થાય એમાં. નવાઈ પણ શી ?" સુંદર ભેજનને ત્યાગ કરીને વ્યગ્ર ચિત્તવાળા પરિ. વ્રાજકને મારા પિતાએ પૂછયું, “આપ શું તત્વ ચિત્વ- . નમાં પડી ગયા, ભેજન ઠંડુ પડી જશે તો પછી એમાં મઝા નહી આવે. વારંવાર પ્રેરણા કરવા છતાં એ પરિ.. ત્રાજક ભોજન કરવામાં મંદ આદરવાળે થઈ ગયો, દુ:ખથી દગ્ધ થયેલાને સુંદર ભેજનથી પણ શું ?" એમ કહેતે એ દબુદ્ધિ હાથ ધોઈને ઉઠી ગયો. તેને એકાંતમાં શ્રેષ્ઠીએ પૂછયું. “હે તપસ્વી ! તમારે શું દુ:ખ છે ?' શ્રેષ્ઠીની વાણી સાંભળીને તાપસ બેલ્યો “સંસારની. મોહમાયાનો ત્યાગ કરેલો છે એવા અમારે તમારા જેવાને સંગ દુ:ખદાચી છે છતાં એકાંત ભક્ત એવા તમારા જેવા સજન જનનું દુ:ખ જેવાને હું શક્તિમાન નથી, પણ એ. વાત હાલમાં તમને કહીશ નહિ.” એમ કહીને પરિવ્રાજક પોતાના મઠમાં ચાલ્યો ગયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust