Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 239 વિધિ પૂર્વક ગુરૂને વાંદી તેમની આગળ ધર્મોપદેશ સાંભ-ળવાને બેઠો. રાજાના મનભાવ વૈરાગ્યવાળા જાણીને સૂરિ રાજાને ઉદ્દેશી પર્ષદા આગળ દેશના દેવા લાગ્યા. આ સ્મશાન જેવા સંસારમાં પ્રાણુઓ જ્ઞાનરૂપી ચેતનાને નાશ કરીને મૃતકની તુલ્ય થાય છે. દુ:ખ, દારિદ્ર અને દૌર્ભાગ્ય ચિતામાં પ્રજવલતા અગ્નિસમાન છે. જે સંસારમાં આકુળવ્યાકુળ થયેલું ચિત્ત ધુમાડાના સરખુ છે. કેટલાક અપરાધી જી કષાયરૂપી લીવડે ભેદાય છે. કેટલાક દુરાશારૂપ રજજુથી બંધાયા છતાં કુમતરૂપ વૃક્ષને બાથ ભીડી રહ્યા છે. સંસારમાં કેટલાક જી વિષયસુખ રૂપી વિષનું પાન કરી રહ્યા છે જ્યારે કેટલાક મેહમાં મુંઝાયા છતા રાશીલાખ નીરૂપી વંશની જાલમાં ( ધકેલાઈ જાય છે. સંસારી જીવોને પાખંડીરૂપી કેટલાય પલિતો વળગેલા છે વળી સ્ત્રીઓ તો શાકિની સમાન પુરૂષના આત્મહિતને નાશ કરવાવાળી છે. એવા રાગથી બંધાયેલા પ્રાણી જગતમાં શું શું નથી કરતા ? રાજકથા, ભકતથા, સ્ત્રીકથા અને દેશકથામાં મશગુલ બનેલા જીવોને ધર્મકથા કરવાની નવરાશ જ કયાં છે ? સંસારના એ બધાય ઉપદ્રવોથી નહિ મુંઝાયેલ પ્રાણી જ સિદ્ધિના કારણરૂપ એવા ચારિત્રરૂપી મહા વિદ્યાને સાધે છે. જ્ઞાની પુરૂષને આ સંસારરૂપી મશાનને વિષે સિદ્ધિને પ્રાપ્ત કરવા જતાં જે પૂર્વે કરેલી વિડંબના દર્થના નથી પમાડી શકતી તો તે શિવપુરીમાં સુખે સુખે ચાલ્યા “જાય છે, સમ્યગ જ્ઞાનવંત પુરૂષ જ જ્ઞાની થઈ શકે છે. આસ પુરૂષોનાં વચન સાંભળવાથી એવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. રાગ દ્વેષ રહિત, અજ્ઞાન, મોહ અને મિથ્યાત્વ રહિત, પ્રાણીઓને હિતકારક શ્રી તીર્થંકરદેવ જ આપ્તપુરૂષ કહેવાય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust