Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 246 પૃથ્વોચંદ્ર અને ગુણસાગર પુત્રની વાણી સાંભળી રાજકુમારે એ નીલરનની પૂજા. કરી, “આ રત્નના પ્રભાવથી શી રીતે રાજ્ય પ્રાપ્તિ થશે? ઈત્યાદિક ચિંતવન કરતો તે આમ્ર વૃક્ષની નીચે બેઠે, પિતાના મિત્રને ત્યાં છેડી નજીક લતાકુંજમાં જઇને સુમિત્રે પુષ્પાદિકથી પોતાના રક્ત રત્નની પૂજા કરીને સ્નાન માટે વિલેપનાદિક સામગ્રીની યાચના કરી. તરતજ ણિના પ્રભાવથી દિવ્ય અંગમર્દન કરનારાઓએ પ્રગટ થઈ તેલવડે મર્દન કરી બન્નેને સ્નાન કરાવ્યું, દિવ્ય સ્ત્રીઓએ પ્રગટ થઈને તે બન્નેને મનગમતાં ભોજન કરાવ્યાં પછી દિવ્ય તાંબુલ ગ્રહણ કર્યા, ને મણિના પ્રભાવથી દિવ્ય. શૃંગાર ધારણ કરી તેઓ સ્વસ્થ થયા, તે પછી અંગમર્દન કરનારા અને દિવ્ય સ્ત્રીઓ બધુ અદ્રશ્ય થઈ ગયું. * હવે મહાશાલ નગરનો રાજા અપૂત્ર મરણ પામેલ હોવાથી મંત્રીઓ રાજ્ય વ્યવસ્થા માટે વિચારમાં પડયા, છેવટે પંચ દિવ્યના નિર્ણય પર આવી તેમણે પંચ દિવ્ય કર્યા, તે અનુક્રમે ઉદ્યાનમાં વીરાંગદ કુમાર પાસે આવ્યાં, કુમારને જોઈ ગર્જના કરતા ગજરાજે પિતાની સૂંઢમાં રહેલા કલશવડે કુમારને અભિષેક કરી પોતાના સ્થળે કુમારને બેસાડયો. ચામર અને છત્ર કુમારની આજુબાજુ શેભી રહ્યાં, એ પંચ દિવ્યની પાછળ રહેલા મંત્રી આદિ રાજપુરૂષોએ જયજય શબ્દ પોકાર્યા. નગરમાં પ્રવેશ કરવા માટે મંત્રીઓએ નમસ્કાર કરને કુમારને પ્રાર્થના કરી. એ પ્રસંગનો લાભ લઈ મંત્રીપુત્ર સુમિત્ર પોતાના મિત્રને રાજ્ય પ્રાપ્ત થયું જાણી ત્યાંથી ખસી ગય ગુપ્તપણે એ જ નગરમાં રહીને મિત્રના સુખને જેતા સ્વતંત્રપણે જ કરવાને તેણે વિચાર કર્યો, અને એ ગરબડમાંથી નગર તરફ સરકી ગયા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust