Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 224 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છનગુણનું પોતાના મધુર સ્વરે ગાન કરવા લાગ્યાં. રાજા કોઈ કઈ સમયે રથયાત્રા કરતો, મહાપૂજાના મહોત્સવ કરતો ઉદ્યાન ઉજવતો હતો, જે મહાપૂજાના ઉત્સવ અનેક લોકોના દર્શનના કારણભૂત થતા હતા. એ નિમિત્તે રાજા દાન આપતો હતો કે જેથી લોકે રાજાની જીન ભક્તિનાં વખાણ કરતા હતા, બીજા જીનમંદિરોમાં પણ જીન પૂજાઓને રચાવતો મોટા મહોત્સવને કરતો પોતાના સમકિતને શોભાવવા લાગ્યો. જૈનધર્મને જગત ભરમાં પ્રસિદ્ધ કરી લોકોને પણ ધર્મના અપૂર્વ રાગી બનાવ્યા. - રાજ જૈનશાસનના પ્રભાવક થવાથી પ્રજા પણ જૈનધર્માનુરાગી થઈ છતી જીનેશ્વરની ભક્તિ કરવા લાગી, સાધુઓને દાન આપી પિતાનો માનવભવ સફલ કરવા લાગી. જીનેશ્વરની પૂજામાં પ્રીતિ ધારણ કરી જન શાસનનો ઉદ્યોત કરવા લાગી, એ પ્રમાણે દ્રવ્યસ્તવપૂર્વક ભાવથી જૈનધર્મનું આરાધન કરતાં દેવસિંહ નરપતિ વૃદ્ધ થઈ ગયા. *. શ્રમધર્મને અંગીકાર કરવાની ઈચ્છાવાળા ભાવ સંયમી નરપતિ વિચાર કરવા લાગ્યા, “ગૃહસ્થ ધર્મરૂપી તરૂવરનું ફલ શ્રમણધર્મ તો હવે મારે માટે તો ચોગ્ય છે પણ શું કરું ? મારે પુત્ર હજી બાલક છે. જેથી તેનો ત્યાગ કરવાને હું શક્તિવાન નથી. પરંતુ હાલમાં તો એ બાલકે કુમારને રાજ્ય સ્થાપના કરી હું નિર્વ્યાપારવાળે થાઉ, જ્યારે આ મોટો થશે ત્યારે હું પ્રવજ્યા અંગીકાર કરીશ.” - ર રાજાએ સર્વ જનની સંમતિથી નરસિંહ કુમારને રાજ્યાભિષેક કર્યો ને શ્રાવકનાં પંચ અણુવ્રતને ધારણ કરતો નરપતિ દેવસિંહ રાજ્યની ઉપાધિથી મુક્ત થઈને ધર્મના અનુષ્ઠાનની ક્રિયામાં રક્ત થયો. વિવિધ પ્રકારનાં તપને કરતાં રાજાએ પોતાની કાયા શાષવી નાખી. ચારિત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust