Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 227 એકવીશ ભવને સ્નેહસંબંધ મિત્રો સાથે પણ નિર્દોષ ગોષ્ટિ કરતો ને સજજનોને આનંદ પમાડતો, પરોપકાર કરીને પિતાના દિવસે સુખમાં વ્યતીત કરતો હતો. તારૂણ્ય વયમાં પણ સ્ત્રીઓ તરફ અરસિક એ તે રાજકુમાર શાસ્ત્રોના અગાધ તત્વોનું ચિંતવન કરતો એના આનંદમાં જ મસ્ત બની રહ્યો હતો. - તે વિજયને વિષે સુપ્રતિષ્ઠ નામે નગરમાં રવિ તેજ નામે રાજાને ત્યાં વસંતના નામે પટ્ટરાણીને એક પુત્રી થઈ. કનસુંદરીને જીવ મહાશુક દેવલોકનાં સુખ ભોગવી વિતેજ રાજાને ત્યાં પુત્રીપણે ઉત્પન્ન થયે, સ્વમામાં રતા. વલી જેવાથી રાજાએ પુત્રીનું નામ રત્નાવલી રાખ્યું. રત્નાવલી ભણી ગણી યૌવનવયમાં આવી. યૌવનવયમાં આવેલી રત્નાવલીના સૌંદર્યની અને એના ગુણોની સુવાસ દેશપરદેશ પ્રસરી ગઈ. એ કમળની સુવાસનાના લોભી અનેક રાજકુમાર તરફથી એની માગણી થઈ, છતાં વિષયોથી વિરક્ત રત્નાવલી તત્વોના ચિંતવનમાં જ રમણ કરતી અને લગ્નની વાત પણ કરતી નહિ. વિવાહને યોગ્ય થયા છતાં તનાવલીની લગ્ન તરફ 'ઉપેક્ષા જોઈ રાજાએ સ્વયંવરની તૈયારી કરી, દૂતો મેલીને દેશપરદેશથી અનેક રાજકુમારોને તેડાવ્યા. એક ચતુર દૂતને અયોધ્યા વિમલકીર્તિ રાજાની પાસે મોકલ્યા. તે દૂતે રાજસભામાં પ્રવેશ કરી રાજાને પ્રાર્થના કરી. “હે પ્રભો ! રવિતેજ રાજાએ આપને વિનંતિ કરી છે કે આપે દેવરથ કુમારને સ્વયંવરમંડપમાં મોકલવા. આ અમારી રાજકન્યાની સંમતિથી રચાયેલા સ્વયંવરમાં અનેક રાજકુમારોની સાથે દેવરથકુમાર પણ ભલે આવેઆવો ચગ્ય અવસર કાને ન રૂચે ? રાજકુમારના આવવાથી બધું સારૂ થશે.” દૂતની વાણી સાંભળી રાજાએ દેવરથકુમારને બેલા પક્ષ જો રાજકુમારે કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust