Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 220 , પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - સુપ્રભ જીનેશ્વરની દેશના શ્રવણ કરી મેહરૂપી અંધકારને નાશ થતાં જ્ઞાનરૂપી લોચન ઉઘડી ગયાં છે જેનાં એવા ચક્રવતી બેલ્યા, હે ભગવાન! આપની વાણી સત્ય છે. ધર્મરૂપી નાવ વગર સંસાર સમુદ્ર તરી શકાતો નથી, પુત્ર, કેલત્ર આદિના સ્નેહથી બંધાઇને જાયેંધ પેઠે પ્રાણી પ્રિય કે અપ્રિય કાંઈ જોઈ શકતો નથી. પરંતુ આપના પ્રસાદથી અમે શુદ્ધ તત્વને જાણ્યું, છતાં મારે અને મંત્રી મતિસાગરના અરસપરસ ગાઢ આર્ષણ પ્રીતિના સંબંધનો આપ પ્રકાશ કરે, ' ચક્રવતીના પ્રશ્નના જવાબમાં જીનેશ્વરે શુકના ભવથી તે ચકીના ભવસુધીનો એ બન્નેનો પરભવનો સંબંધ કહી સંભળાવ્યું. તમે બંને સરખુ પુણ્ય ઉપાર્જન કરેલું છે ને ફિલ પણ સરખુ ભેગવ્યું છે, તમે શુકના ભવમાં જીનેશ્વરની પૂજા કરી તેરૂપી તમે બીજ વાવેલું તે પુણ્યરૂપી વૃક્ષ અત્યારે ફાલેલું ખીલેલું છે અને જેનું ફલ તો તમારે સિદ્ધ ગતિ પ્રાપ્ત કરીને લેવાનું છે. પ્રભુનું વચન સાંભળીને બન્નેને જાતિસ્મરણ જ્ઞાન થયું. એ જ્ઞાનથી એમણે બને એ પિતાના પૂર્વ ભવ જોયા, જ્ઞાનથી વૈરાગ્ય સન્મુખ થયેલા ચકી અને મંત્રી અને ચારિત્ર લેવાને તૈયાર થયા, . જીનેશ્વરને વાંદી ચકી અને મંત્રી પોતાના પરિવાર સાથે નગરમાં ગયા, ચારિત્રને ગ્રહણ કરવાની પ્રબળ આકાંક્ષાવાળા ચકીએ ષ ખંડનું મટી સમૃદ્ધિવાળું રાજ્ય તૃણની માફક ગણી પોતાના જેઠ પુત્રને સે પી દીધું. પુત્ર, કલત્ર અને સ્નેહી જનોના સ્નેહની મજબુત સાંકળ પણ તંતુની માફક તોડી નાખી. ચાસઠ હજાર સ્ત્રીઓના નેહનો ત્યાગ કરી કથીરની જેમ ગણી તેમને છોડી દીધી. તેમના દીન વચન કે રૂદન તક પણ દયાન ન આપતા, ચકી દીક્ષા લેવાને તૈયાર થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust