Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 215 તિર્યંચગતિમાં શીત, ઉષ્ણ, ભૂખ, તરસ, બંધન, ભારવહન આદિ અનેક પ્રકારનાં તેમને દુ:ખ સહન કરવાં પડે છે. એ દુ:ખ આપણે નજરે પણ જોઈ શકીએ છીએ, દેવતાઓને પણ ઈર્ષ્યા, વિષાદ, ક્રોધ, લોભાદિક દેવડે કરીને અનેક વિટંબણાઓ ભાગવવી પડે છે. અલ્પ રૂદ્ધિવાળાઓ મહર્ધિકની ભાગ સામગ્રી તેમજ તેમની ઉત્તમ દેવાંગનાઓ જોઈ ઈર્ષ્યાથી બળી જાય છે. વળી મરણ અવસરે તેમને અધિક દુ:ખ થાય છે, એ દેવતાઓના ભાગ, સમૃદ્ધિ, સાહ્યબી છોડીને જવાના વિચાર માત્રથી પણ દેવતાઓ કંપી ઉઠે છે તો પછી અંતકાલના સમયે તો તેમના દુ:ખની વાતજ શી? મનુષ્યમાં પણ જન્મ, જરા અને મૃત્યુના દુ:ખ ઉપરાંત, દૌર્ભાગ્ય, દારિક રોગ, શેક, વિયોગ આદિ અનેક દુ:ખો રહેલાં છે, માટે હે ભ ! આ ભયંકર દુ:ખોથી છુટવાને તમે અવિનાશી અને નિરાબાધ એવી મુક્તિની સાધના કરો. અને એ મુક્તિની સાધના માટે તમે જૈન ધર્મને વિષે આદરવાળા થાઓ.” ભગવાનની દેશના સાંભળી દેવસેન નૃપે નગરમાં જઈ શૂરસેનને રાજ્યગાદી પર સ્થાપન કરી જીનમંદિ૨માં અણહૂિકા મહોત્સવ કર્યો, સાતે ક્ષેત્રમાં પુષ્કળ ધનનો વ્યય કરી દીન, અનાથ અને ગરીબ જનોને છુટે હાથે દાન આપી સાધમિકને સંતોષી પરિગ્રહને ત્યાગ કરી દેવી ચંદ્રકાંતા સાથે જીનેશ્વરની પાસે દીક્ષા ગ્રહણ કરી, વિષય વિકારનો ત્યાગ કરી દશવિધ સમાચારીપૂર્વક સત્તર પ્રકારના સંયમનું આરાધન કરવા લાગ્યા બાર પ્રકારના તપને કરતા દેવસેન રાજર્ષિ સમતા રસને ઝીલતા સાધુના ગુણોથી ભવા લાગ્યો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust