Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 214 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર यत्नेन पापानि समाचरंति, धर्म प्रसंगादपि नाचरंति / आश्चर्यमेतद्धि मनुष्यलोके, क्षीरं परित्यज्य विष पिबति / / ભાવાર્થ–રાતદિવસ મનુષ્ય નિ:શંકણે સંસારનાં પાપકાર્ય કરી રહ્યો છે. છતાં પર્વતીથિએ પણ ધર્મમાં લેશ પણ ઉદ્યમ કરતો નથી, મનુષ્ય લોકનું એ આશ્ચર્ય કાંઇ ઓછું છે કે દૂધનો ત્યાગ કરીને તે વિષનું પાન કરી રહ્યા છે. તે માટે હે સખીએ ! પરમ શાંતિનું સ્થાન એવું મુનિપણુંજ સુખદાયી છે. સંસારના સુખમાં લુબ્ધ થઈને એ પરમસુખથી હું ઠગાઈ ગઈ છું, વિષ, કુટુંબ, પરિવાર એ તે બધાં દુર્ગતિનાં કારણભૂત છે માટે મારે તે હવે . શ્રમણીધર્મ કલ્યાણરૂપ થાઓ, એ દરમિયાન પ્રતિહારીએ આવીને કહ્યું. “હે મહાદેવી ! મહારાજ શ્રીમુખે કહેવરાવ્યું છે કે શ્રી વિજયનામાં તીર્થકરને વંદન કરવાને હું જાઉં છું ને તમે પણ વરાથી આવે ! * પ્રતિહારીના વચન સાંભળી તેને પુષ્કળ દાનથી રાજી કરી વસ્ત્રાલંકાર ધારણ કરી રાણી રાજા સાથે જીવન વાંદવાને ચાલી. સમવસરણમાં વિધિપૂર્વક જીનેશ્વરને નમ, વાંદી યોગ્ય સ્થાનકે બેઠાં, ભગવાને દેશના દેવી શરૂ કરી હે ભો! આ ભયંકર સંસાર સમુદ્રમાં દુ:ખ એ સાગર સમાન છે ત્યારે સુખ સાગરના બિંદુ સમાન છે. નરકગતિમાં પાપને કરનારા નારકીએ શીત અને ઉણુ વેદના તેમજ શસ્ત્રના ઘા, તતવાલકા અને શામાલ વૃક્ષના પત્રાદિકથી થતી ભયંકર વેદના સહન કરી રહ્યા છે નિત્ય દશ પ્રકારની વેદના નારકીઓ ભેગવી રહ્યા છે એક એકથ્રી અનંતગુણીવેદના ભાગવતા તેમને ત્યાં કોઈનું શરણ નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust