Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 177 જ સ્થંભી ગયે, જેમ લોહચુંબક લોઢાને આકર્ષે તેની માફક રૂપનાં જાદુથી આર્ષાઈ મંદમંદ ડગલાં ભરતો તે એ લાળાની નજીક આવ્યો, બાળાએ મનમોહક નવજવાનને જોઈ શરમાઈ ગઈ “કાણ છે એ ? ' બાળા ! શરમાઈશ નહિ એ તો હું નવજવાન કંઠમાં માધુર્યતાને ધારણ કરતો મૃદુ ભાષાએ બ૯. : - એ પ્રભાવશાળી નરરત્નના મનહર વદનને જોઈ * લિજાતુર થયેલી બાળા કાંઈ પણ બોલી શકી નહિં. પ્રેમથી નિતરતાં એનાં વિશાળ ચક્ષુઓ શરમથી નીચે નમી જતાં હતાં. લજાનાં આવરણ એના મનોહરમુખને બોલતાં અટકાવતાં હતાં. હૈયું બોલવાની આતુરતા ધરાવતું. એ પુરૂષના પ્રેમની ઝંખના કરતી બાળા બેલે પણ શું? ' “બાળા ! તુ આ વાવડીમાંથી–પાતાલમાંથી વિહાર કરવા આવેલી નાગકન્યા છે કે સ્વર્ગમાંથી આવેલી દેવકન્યા છે? બોલ તો ખરી: જવાબમાં એ બાળા કાંઈ પણ બોલી શકી નહિ, એ નવજવાન અધીરો થઈ ગયો જાણે પોતાની માલિકીની ચીજ હોય તેમ એની પાસે આવી એને કેળના ગર્ભથીય સુકોમલ મનહર હાથ પકડ્યો “કેમ કંઈ મંગાવ્રત લીધું છે? નિશાનો ચતુર્થ પ્રહર પૂર્ણ થવાની તૈયારીમાં હતો પ્રાત:કાળના મંગલમય વાદિના મધુર શબ્દોથી નિશ્ચિત નરનારી જાગ્રત થતાં હતાં, રાજદ્વારે બંદિજને પ્રાત:કાળનાં મધુર સ્તોત્ર ભણી રહ્યા હતા, એ મધુરા સ્તોત્રેના શબ્દોએ રૂમ સૃષ્ટિમાં પ્રેમ વિહાર કરતાં આ નવજવાનને જિાગ્રત કર્યો. એ નવજવાન તે શ્રીમંદરપુરના રાજા નરશેખરનો કુમાર નિધિકુંડલ. " બેબાકળે ગભરાટથી આકુળવ્યાકુળ થયેલા 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust