Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર, થાય છે, એવા સ્વરૂપવાળા આ ભયંકર સંસારમાં રહેલા પામર પ્રાણુઓની મેહદશા તો જુઓ ! આ દુનિયામાં કુટુંબ સ્નેહ તો સ્વનના સરખે અથવા ઈંદ્રજાળના જેવો છે. કારણ કે પરમ વલ્લભ અને જેના વગર એક ક્ષણ ભર પણ રહી શકાતું નથી એવા પરમ પ્રાણાધિકને પણ મૃત્યુ જોતાં જોતાં હરી જાય છે. કાયમના વિજેગ થઈ જાય છે. એ દુ:ખની વાત શું કરીએ ? પિતાના મૃત્યુથી શેકગ્રસ્ત નિકિંડલ કુમારનો કેટલોક કાલ વ્યતીત થયે પિતાનું સામ્રાજ્ય જોગવવા છતાંય જેને રાજ્ય કે ભેગનો આનંદ નથી. સંસારનું એ અનિત્ય સ્વરૂપ જેના હૈયામાંથી ખસી શકતું નથી. એવા પ્રાણીને સંસારમાં ભેગની મધ્યમાં રહેવા છતાંય કયાંથી સુખ હોય? અન્યદા જગતજીવના પરમ કલ્યાણને કરતા, અભયદાનને દેવામાં પ્રવીણ શ્રીમન અનંતવીર્ય તીર્થકર ભગવાન ત્યાં સમવસર્યા, દેવતાઓએ સમવસરણની રચના કરી. એ સમવસરણમાં રહેલ બારે પર્ષદાની આગવી ભગવાન દેશના દેવા લાગ્યા. પિતાની દેશનાથી અનેક ભવ્યજનોને પ્રતિબંધ કરવા લાગ્યા. * એ વધામણિ વનપાલકે આવીને રાજા નિધિકંડલને આપી. “હે મહારાજ ! તમારા પુણ્ય પ્રભાવથી પ્રેરાઈને ભગવાન અનંતવીર્ય તીર્થકર પધાર્યા છે-સમવસર્યા છે.” વનપાલકની વધામણિ સાંભળી રાજાએ ખુશી થઈને પારિ તોષિક (ઈનામ) આપીને તેનું દારિદ્ર દૂર કર્યું. શેકને દૂર કરી અંત:પુર સહિત તેમજ મંત્રી, સામંત અને સેનાપતિ આદિ ચતુરંગ સેના સાથે ભગવાનને વાંદવાને રાજા મોટા આડંબરપૂર્વક ચાલ. તો આ સમવસરણ જઇને રાજ ચિહનો ત્યાગ કરી ત્રણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust