Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને નેહસંબંધ - જન્મ મહોત્સવ કરી રાજકુમારનું લલિતાંગ નામ પાડયું. યોગ્ય વયે કલાને શિખતો રાજકુમાર રમણીજનને. વલ્લભ નંદનવન સમાન યૌવનવયના આંગણે આવ્યો મિત્રોની મધ્યમાં શોભતો લલિતાંગ નવીન યૌવનવાળે છતાં વિકાર રહિત હતો, ઐશ્વર્ય સંપન્ન છતાં અહંકાર વગરને ને બળવાન છતાં બીજાને પરમ આનંદનું કારણ હતે. લલિતાંગ નામ પ્રમાણેના ગુણોવાળે ખરેખર મનેહર અંગોપાંગવાળે ભાગ્યવાન હતો. તે જ વિષયને વિષે પરમ ભૂષણ નગરના રાજા પુણ્યકેતુની રત્નમાળા નામે દેવી થકી પુરંદરશાનો જીવ પુત્રી પણે ઉત્પન્ન થઈ. એનું નામ ઉન્માદયંતી. ઉન્માદયંતી અનુક્રમે ભણી ગણી યૌવન વયને પામી, યુવાન છતાં વિષયથી પરાડમુખ તે બાબાને વિષયના કોઈ પણ સાધન તરફ પ્રીતિ થતી નહિ. કુમારીને વૈરાગી જાણીને માતાએ કહ્યું “વત્સ ! વર વગર કન્યા શેભતી નથી. તે તું જાણતી નથી કે? " માતા ! જે ચારે કલામાં હોંશીયાર નર હશે તેને હું પરણીશ. 2) કન્યાએ માતાના મનનું સમાધાન કરતાં કહ્યું, * “એ ચાર કલા કચી છે તે કહે તો વારૂં ? જ્યોતિષ કલા, નભગામી વિમાન રચવાની કળા, રાધાવેધ કલા અને વિષથી-ગારૂડી મંત્ર કલા, એ ચારે કલામાં નિષ્ણાત નરને હું વરીશ.” કુમારીની એ પ્રતિજ્ઞા જાણીને પટ્ટરાણીએ રાજાને વાત કરી. રાજાએ એવા વરની. પરીક્ષા માટે સ્વયંવરની રચના કરી. દેશ દેશાંતરથી રાજકુમારોને તેડાવ્યા. અનેક રાજકુમારે પોતપોતાના પરિવાર સાથે પરમભૂષણ નગરમાં એકત્ર થયા. રાજાએ તેમનું સન્માન કરી સત્કાર્યા. . . . . ને પટરાણી ની રચના કરી છેતાના પરિવાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust