Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 203 છતાં સ્વાધીનપણે માનવી ધર્મની સામગ્રી મેળવવાના પ્રયાસ કરતો નથી એ તેની મૂઢતા ઓછી છે કાંઈ?” “કુટુંબ પરિવારમાં મુંઝાયેલ પુરૂષ બચપણમાં માત, પિતાના લાડમાં ને કીડા કરવામાં કાળ વ્યતીત કરે છે. મદનને વધારનારી તારૂણ્ય અવસ્થા રમણુજનના વિલાસમાં ને વૃદ્ધાવસ્થા તો ધર્મારાધન કરવામાં નકામી હોવાથી, પુત્રાદિકનું મુખ જોઈને પરાધનપણે પસાર કરે છે. મનુષ્યના જીવનનો આ સામાન્ય કેમ હોય છેબાકી તો વિરલાજ ધર્મારાધન કરી આત્મહિત સાધી જાય છે. સ્વામિ ! “હશે ગમેતેમ આ અસાર કાયામાં કાંઈ સાર નથી, સપ્ત ધાતુથી પોષાયલ અશુચિય આ શરીરનો ડાહ્યા પુરૂષો ધર્મારાધન વડે સદુઉપયોગ કરે છે કારણકે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શાદિક ભોગો તો પરમાર્થથી રેગોનેજ કરનારા છે. આ નવયૌવન શરીર, ખાન પાન, વસ્ત્ર, આભરણાદિક તો ક્ષણભંગુર છે જે પ્રભાતે દેખાય છે તે મધ્યાન્હ જોવાતા નથી. જે મધ્યાહે જોવાય છે તે રાત્રીએ દેખાતા નથી ને રાત્રીએ દેખાય છે તે કાલે દેખાતા. નથી, જ્યાં જન્મ, જરા અને મૃત્યુ મનુષ્યની પાછળ લાગેલાં છે એવા આ ભયંકર સંસારમાં માનવીને. સુખ ક્યાંથી હોય? આ અસાર સંસારમાં મનરૂપી મૃગલો શાંતરૂપી. સુધારસના પાનનો ત્યાગ કરી તૃણું તરૂણી તરફ દોડાદોડ . કરી રહ્યો છે. તો પ્રિયે ! આવા અસાર અને ક્ષણભંગુર ભોગોથી હવે સર્ચ >> રાજા લલિતાગે પોતાની ઈચ્છા . વ્યક્ત કરી. સ્વામિ ! આપનો વિચાર યોગ્ય છે. આપણે ભેગો. પણ ઘણા ભેગવ્યા, હવે આત્મહિત તરફ પણ આપણે. ખ્યાલ આપવો જોઈએ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust