Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 183 મેં ભક્તિથી વાલિની દેવીની આરાધના કરી હતી. આ બત્રીસ લક્ષણવાળી બાળાના ભેગથી મારી વિધિ પૂર્ણ થતાં મારી વિદ્યાસિદ્ધ થશે તારૂં પણ કામ થશે. કાપાલિકે આ નવજવાનને સમજાવવા પ્રયત્ન કર્યો : અરે મૂઢ ! પાપી ! યોગીનો વેષ ધારણ કરવા છતાંય ચંડાલથી પણ અધિક કુકર્મને તો છોડતો નથી, આવા પાપ કરતાં તું લજજા કેમ પામતો નથી ! આવા તુચ્છ કાર્યથી તારા વતનો તું નાશ ના કર. જીવને ઘાત કરે એ મહા પાપ છે એવું શું તું નથી જાણતો ? આવા પાપ કર્મથી વિદ્યા સિદ્ધ શી રીતે થશે? કુમારે જીવદયાના ઉપદેશ આપી કાપાલિકને પ્રતિબોધ પમાડયો, - ભય અને પ્રીતિને ધારણ કરતો કાપાલિક બે“હે સાહસિક ! હે નરોત્તમ! તેં મને નરકમાં પડતો બચાવ્યો. ગુરૂ પાસે જઈને આ પાપનું હવે હું પ્રાયશ્ચિત કરીશ. વિજ્યાવતીના સ્વામીની આ કન્યા મેં હરી છે આ કન્યા તમે તેના પિતાને આપજે.” કુમારને કન્યા અર્પણ કરીને યોગી ચાલ્યો ગયો. નિધિ કુંડલ. આ કન્યા કેણ હશે? મારું નામ તે શી રીતે જાણી શકે ? શું આ કન્યા પિતેજ પુરંદર્યશા હશે ત્યારે ! કાપાલિકના ચાલ્યા ગયા પછી કુમાર વિચારમાં પડયો પોતાનો સંશય દૂર કરવાને તેણે બાળાને પૂછયું. “બાળા! તારું નામ શું છે તે નિધિમંડલનું નામ યાદ કર્યું તો તું તેને ક્યાંથી જાણે ? શું તું તેને ઓળખે છે કે કુમારનો પ્રશ્ન સાંભળી બાળા વિચારમાં પડી. “આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust