Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 175 એ પોતે જ ઓળખી લેશે.” “શી રીતે ? દરેક રાજકુમારોનાં ચિત્ર લાવીને બતાવે, એની અંદર જો કેઈ એને પરભવને પતિ હશે તે તેની ઉપર એ દષ્ટિ કરશે.” રત્નચૂડ રાજાએ અનેક ચિત્રકારોને જુદા જુદા દેશમાં રવાને કર્યા, પ્રતિ દિવસ અનેક રાજકુમારની પ્રતિકૃતિ (છબી) રાજાની પાસે આવવા લાગી, એ દરેક ચિત્રો રાજબાળાને બતાવવા છતાં રાજબાળાએ કેઇનાય તરફ ધ્યાન આપ્યું નહિ. એક દિવસે રાજાની પાસે એક મનેહર ચિત્રપટ આવ્યું જેને જોઇને રાજા સહિત બધા દંગ થઈ ગયા. એ ચિત્ર રાજબાળાને બતાવ્યું. એ ચિત્રને જોતાં રાજબાળાની દષ્ટિ કરી. અનિમેષ નયને તેની તરફ જોઈ રહી. એનાં રોમરાય વિકસ્વર થયાં. “આહા ! કેવું મનહર રૂપ છે? સખી! આ કેણ ઉત્તમ નર હશે, જેને જોઈને હું ખુશ થાઉં છું.” રાજબાળાની ઈચ્છા રાખીએ રાજાની આગળ પ્રદ'ર્શિત કરી, રાજકમારીની અભિલાષા જાણી રાજાએ એ ચિત્રપટ લાવનારને પૂછયું. ‘ચિત્રકાર ! કહે, આ ચિત્રપટ ક્યા રાજકુમારનું છે? એના આચાર વિચાર અને સ્વભાવનું વર્ણન કર. " રાજાના પૂછવાથી તે ચિત્રકાર બેલ્યા. દેવ ! શ્રીમંદરપુરનગરના નરશેખર રાજાને આ રાજકુમાર, નિવિકુંડલ એનું નામ. યૌવન વય, ધન, વૈભવ, ઠકુરાઈ, એશ્વર્ય, પાકમ, બુદ્ધિ અને અનેક કળાઓનો ભંડાર, તેમજ ધીર, વીર, ગંભિરતાદિક અનેક ગુણ કરીને વિભૂષિત, સદાચારવાન હોવા છતાંય એનામાં એક જ માત્ર દોષ છે કે જે વયંવરો આવેલી કન્યાઓની સામે નજ૨૫ણ કરતા નથી.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust