Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 173 પટ્ટરાણ થકી સારા સ્વપ્રથી સૂચિત પુત્રપણે ઉત્પન્ન થઈ રાજાએ તેનું નામ રાખ્યું પુરંદયશા ! - પુરંદયશાએ અનુક્રમે કામુક જનને મોહક એવા યૌવનવયમાં પ્રવેશ કર્યો. સુવર્ણ સમાન કાંતિવાળી, મનોહર ચંદ્રમુખી બાળા પુરંદરયશા સખીઓની સાથે કીડા કરતી. હતી. યૌવનરૂપી રમણીય વનમાં વિહાર કરતી છતાં યૌવનને. ગ્ય હાવ, ભાવ કે ચેષ્ટાઓ તેણીને ગમતી નહિ, સખીએના શ્રૃંગાર રસની કથા સાંભળવાનાય અખાડા કરતી. હતી. તેમજ અન્યજનોની ક્રીડા કે ચેષ્ટા અથવા તેમનાં કુતુહલ તરફ નજર સરખી પણ કરતી નહિ. અરે વિલાસી સ્ત્રીઓ સાથે ભાષણ પણ કરતી નહિ. શાંત સુધારસમાં લીન બાળા પુરંદરયશા સખીઓ સાથેય નિર્દોષ કીડા કરતી હતી, અહંત ભગવાનના કહેલા ધર્મમાં સાવધાન મનવાળી બાળાને પોતાના વિવાહની વાતેય ગમતી નહિ. - રાણી સુવપ્રા પોતાની કન્યા પુરંદરયશાને પુરૂષના સમાગમથી રહિત, ને વૈરાગ્ય તરફ વળેલી, સખીઓના મુખથી સાંભળીને ચિંતાતુર થઈ, તેણીએ રાજાને કહ્યું, “હે સ્વામિન ! આપ રાજકાજના વ્યવસાયમાં ઉંબ વ્યવસાય તદ્દન ભૂલી ગયા છો, જરા આપ આપની * કન્યા તરફ ખ્યાલ તો કરો.” “હા ! એના સગપણ માટે વિચાર કરવાને છે શું ! પણ પહેલાં એનો શુ વિચાર છે તે તો જાણી લે.' રાજાએ કહ્યું, “એનો વિચાર ? એનો વિચાર તો ચિંતા કરાવે તે છે. મહારાજ ! હું ! રાજા વિચારમાં પડ્યો, જરા સ્પષ્ટતાથી. કહો શી હકીકત છે ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust