Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 149 એકવીશ ભવન નેહસંબંધ તરતજ મંત્રીને ખબર મોકલાવી. વિધિની વિચિત્રતાને ચિંતવતા મંત્રીએ પુત્રીની વાત ગોપવીને તરતજ રાજ્યમાં પુત્ર જન્મની વધામણિ જાહેર કરીને ગુપ્ત રીતે એ કન્યાને ઉછેરવા માંડી, પુરૂષનાં વસ્ત્ર ધારણ કરાવી શસ્ત્ર અને શાસ્ત્રની યોગ્ય તાલિમ અપાવતાં અનુક્રમે તે યૌવનવયમાં આવવાથી પટ્ટરાણી ચિંતાતુર થયાં. આ પુરૂષરૂપે રહેલી કન્યાને હવે પરણાવવી જોઈએ. - મંત્રીએ પુરતો વિચાર કરી એક પ્રભાવિક યક્ષનું આરાધન કરવાથી ચંપાનો અધિષ્ઠાયક યક્ષ પ્રસન્ન થઈને બે, ત્રીજે દિવસે પિતનપુર નગરના રાજકુમાર કમ-લસેનને ચંપાનગરીની બહારના સરોવરને કાંઠે લાવીને મુકી દઈશ તે આ બાળાને માટે યોગ્ય વર છે. ચંપાની રાજ્યલક્ષ્મીનો સ્વામી પણ તેજ થશે, આ બાળાને પરભવનો ભર્તા પણ એજ હતો.” એ યક્ષના આદેશથી તમારા પર રાગવાની એ રાજ બાળા સાથે હું મંત્રી મતિવર્ધન તમારી રાહ જોતો એ છે ‘ઉદ્યાનમાં અશેકવૃક્ષની છાયામાં બેઠે હતો. તે પછીનું "વૃત્તાંત આપ જાણે છે. મંત્રી મતિવર્ધને રાજકુમાર . કમલસેન આગળ ચંપાપતિની કથા એ રીતે સમાપ્ત કરી. રાજકુમારે પણ મંત્રીનું વચન અંગીકાર કર્યું. આજ સુધી રાજકુમારના વેષમાં રહેલી રાજકુમારી ગુણસેના : શુભ મુહુર્ત અને શુભ દિવસે મોટા આડંબરપૂર્વક કમલસનની સાથે પરણી ગઈ. એ નિમિત્ત માટે વર્ધાપન મહોત્સવ થયો, તે સાથે કમલસેનને ચંપાની ગાદીએ રાજ્યાભિષેક પણ થઈ ગયે. રાજકુમાર કમલસેન મહારાજ કમલસેન થયા. ચંપાનગરીના-અંગદેશના ભાગ્ય વિધાતા થયા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust