Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજકુમાર દેવસિંહને પિતાની ચતુરંગી સેના સહિત પિતાના પ્રધાન પુરૂષ સાથે વિશાળા તરફ મેક અવિછિન પ્રયાણ કરતો દેવસિંહ અનુક્રમે વિશાલા નગરીએ આવી પહોચ્યો, { જીતશત્રુ રાજાએ પોતાના ભાવી જામાતાનું સામૈયુ કરી તેમને સત્કાર કર્યો ને ઉતારા વગેરે માટે યોગ્ય ગઠવણુ કરી. નિર્ધાર કરેલા એક શુભ દિવસે બન્ને વરવધુનાં મોટી ધામધુમપૂર્વક લગ્ન થઈ ગયાં, વિશાલાનગરીમાં આનંદ ઉત્સવ વર્તાઈ રહ્યો એ વિવાહ ઉત્સવની સમાપ્તિ પછી કેટલાક દિવસ સુધી શ્વસુરના આગ્રહથી દેવસિંહ કુમાર વિશાલાનગરીમાં રહ્યા. એકદા બ્રહસ્પતિ સરખા જ્ઞાની એવા સુરગુરૂ નામે સૂરીશ્વર વિશાળાના ઉદ્યાનમાં પધાર્યા. સર્વ સંતાપને હરનારી, ને ભવ્ય જનોને પ્રતિબોધ કરનારી તેમની દેશના સાંભળવાને પુરજન સહિત રાજા જીતશત્ર, અને પ્રિયા સહિત દેવસિંહ કુમાર સર્વે આવ્યા. ગુરૂ મહારાજને વાંદી તેમની આગળ પિતાપિતાને યોગ્ય સ્થાનકે બેઠા, સૂરીશ્વરે મધુર દવનિથી ધર્મોપદેશ આપે “હે ભવ્ય ! આ સંસાર કારાગ્રહ સમાન છે તેની દુ:ખે કરીને ભેદી શકાય એવી કષાયરૂપી દિવાલો છે. રાગદ્વેષરૂપી એનાં કમાડ-દરવાજા છે. એ કારાગારમાં અજ્ઞાનરૂપી અંધકાર ખીચોખીચ ભરેલું છે. સંસારી જી એ કારાગ્રહમાં પૂરાયેલા કેદી જેવા છે એ કેદીઓ કુટુંબરૂપી ગાઢ બંધનથી બંધાયેલા છે, ઈષ્ટ, અનિષ્ટ, સંગ અને વિજેગ રેગ, શેકરૂપ ક્ષુક જતુએ પ્રાણુઓને પીડા કરી રહ્યા છે. કર્મોના સારા માઠાં ફલને ભગવતા પ્રાણીઓ ત્રાહીત્રાહી પોકારી રહ્યા છે. જે કર્મોને વૃદ્ધોની દયા નથી આવતી, તેમજ બાળકને પણ જેએ સહિતના અરજન સાધિકાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust