Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 168 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આધિ, વ્યાધિ અને ઉપાધિથી રહિત એવા અનંત મોક્ષસુખની જે તમારે જરૂર હોય તો તમે જીનેશ્વર ભગવાનની આજ્ઞાનું આરાધન કરો ભાસ્તવથી જનાજ્ઞાનું પાલન કરી પુરૂષાર્થ ફેરવી શીઘતાએ મુક્તિના સુખ મેળવો. ભાવસ્તવ આરાધવાને અશક્ત હો તો પછી દ્રવ્યસ્તવ. ચારિત્ર ધર્મની અભિલાષાએ સમકિતપૂર્વક પંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું પાલન કરે, જીનમંદિર બંધાવે, પ્રતિમાઓ પધરાવો, પ્રતિ દિવસે વિવિધ પ્રકારે જીનેશ્વરની પૂજાઓ રચાવો, મહાપૂજા રચાઓ, સુપાત્રને વિષે દાન આપી તમારી લક્ષ્મીનો સદ્દઉપયોગ કરે, એ પ્રકારે ગૃહસ્થ ધર્મનું આરાધન કરી મનહર આશયવાળા પ્રાણીઓ સંસારને ક્ષીણ કરી નાખી, દેવભવનાં સુખોને ભેગવી અનુક્રમે શીવલક્ષ્મીને પણ ભગવે છે. જે ભવ્ય જીવો શુભાશયપૂર્વક જીનમંદિર બંધાવે છે તે લધુતાથી ભવસાગર તરી જાય છે જીર્ણોદ્ધારને કરાવનારા ઉત્તમ પુરૂષ ગાઢ પાપથી મૂકાઈ જાય છે, તેમજ જીનેવરની પ્રતિમા ભરાવનારા ભવ્ય જી રેગ, શાક, ભવ, આધિ વ્યાધિથી રહિત થઈને અલ્પ સમયમાં ઉત્કૃષ્ટ એવી સિદ્ધિ રમણીને વરે છે. જેઓ અરિહંત ભગવાનની પ્રતિષ્ઠા કરાવે છે તેમની સ્વર્ગને વિષે પણ અપૂર્વ પ્રતિષ્ઠા હોય છેમનુષ્યમાં તેમનાં દુ:ખ, દારિદ્ર અને દૌર્ભાગ્ય નાશ પામી જાય છે અરે ! ભાવથી કરાયેલી ભગવાનની પ્રતિષ્ઠા પ્રાણીઓની કઈ અભિલાષાને પૂર્ણ નથી કરતા ? ગૃહસ્થની લક્ષ્મી ધર્મકાર્યમાં, જન ભવન કે પ્રતિષ્ઠાદિક કાર્યમાં વપરાતી ઉત્તમ ફલને આપનારી થાય છે અન્યથા લક્ષ્મી તો દુર્ગતિમાં લઈ જનારી થાય, માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust