Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 165 સુખમાં શું ખામી હશે? રાજકુમારી ચિત્રપટના સ્વરૂપને જોતી એની પ્રશંસા કરવા લાગી. જરાય નહિ, રાજબાળા ! તારા ભાગ્ય અદભૂત છે.” મારાં શી રીતે ? શુ મને એ પ્રાપ્ત થઈ શકે કે ? ““શા માટે નહિ?” સખીએ રાજકુમારીને કહ્યું. “આ ચિત્રપટને જોતાં સીએ તો મેહ પામે પણ પુરૂષય આને જોતાં એકાગ્ર થઈ જાય તો એમાં આશ્ચર્ય શુ? રાજસભામાં રાજા વગેરે બધાય આ રૂપને જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા, આ સ્વરૂપ આગળ બધી સભા નિસ્તેજ થઈ ગઈ, ઝાંખી થઇ.” “સખી! તું પ્રશંસા કરે છે તેવાજ આ રાજકુમાર છે બલકે તેથીય વધારે. મારા જેવી ને આ ઉત્તમ નરેની પ્રાપ્તિ શી રીતે થઈ શકે ? * કનકસુંદરીનાં વચન સાંભળી એક ચતુર સખી બેલી. સખી ! આ પુરૂષને યોગ્ય એવું એક નર્યું સૌંદર્ય ભરેલું તારૂં સ્વરૂપ ચિત્રપટમાં આલેખ! : રાજકુમારીએ પોતાનું સૌદર્ય આબેહુબ રીતે ચિત્રપટમાં આલેખી દીધું. રાજકુમારીની ચિત્રકળાની પ્રશંસા કરતી સખીઓએ એ ચિત્રપટ રાજાની સમક્ષ હાજર કર્યું સાથે સાથે રાજકુમારીની અભિલાષા પણ વ્યક્ત કરી દીધી. રાજકુમારીના અભિપ્રાયને જાણી રાજા ખુશી થયા, એ લાવયના ભંડાર સમાન રાજકુમારીનું ચિત્રપટ જોઈ પોતાના પ્રધાન પુરૂષોને વિવાહ માટે મિથિલાનગરી તરફ રવાને કરી દીધા. તેઓએ મિથિલાનગરીમાં મેઘરાજાની સભામાં આવી રાજાને પ્રાર્થના કરીને કનકસુંદરી રાજકુમાર દેવસિંહને આપી, | મેઘરાજાએ એ પ્રધાન પુરૂષોની વિનંતિ સ્વીકારી પાતાના દીધા ન બને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust