Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 150 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર " રાજ્ય અને રમણીનાં સુખ ભેગવતા મહારાજ કમલસેન સુખમાં પિતાને કાલ નિર્ગમન કરતા હતા. તે દરમિયાન વત્સ દેશના અધિપતિ સમરસિંહનો એક વાચાળ દૂત એક દિવસે ચંપાની રાજસભામાં હાજર થઈને મહારાજ કમલસેનને કહેવા લાગ્યું. “રાજન ! વંશપરંપરાથી આવેલી રાજલક્ષ્મી પણ દુ:ખથી ભેગવાય છે તો તમે આ ન ધણુયાતી રાજ્યલક્ષ્મી સુખેથી શી રીતે ભોગવશે? તમારે રાજ્ય ભોગવવું હોય તો અમારી આજ્ઞા માને, અથવા રાજ્ય છોડી પલાયન થઈ જાવ કે સામે યુદ્ધ આપે; એ સિવાય ચે ઉપાય નથી. પૃથ્વી કાંઈ રાજા વગરની નથી સમજ્યા ?", ' . ' દૂતની વાણું સાંભળી મનમાં કોપ ધારણ કરવા છતાં હસીને બે. “જા! તારા એ સિંહ નામધારી રાજાને ચુદ્ધના મેદાને મોલ ! હું પણ એની સામે આવું છું. કહેજે કે આપણું બન્નેને ન્યાય ત્યાં થશે. : : દૂત કાંઈ બોલવા જતો હતો પણ કાંઈ ન બોલવા દેતાં ગળે પકડીને સભામાંથી કાઢી મુક્યો. અપમાનથી ધમધમતો દૂત ચાલ્યો ગયો. . બન્ને લકરે પછી તો સામસામે ગોઠવાઈ ગયાં, મહાસાગર સમી એ પ્રચંડ સેનાના રક્તપાતની ભીતિથી દયાળુ. હૃદયવાળા કમલસેનનું હૃદય કમ્યું. “આ હા! આ ઘમંડી અને અભિમાની રાજાની ઈષ્યવૃત્તિથી લાખો માણસને ક્ષય થઈ જશે, એના કરતાં તો અમે બન્ને જ લડીયે તે કેવું સારું !" * : - કમલસેને પોતાનો અભિપ્રાય દૂત દ્વારા સમરસિઉં રાજાને જણાવ્યુંપિતાને બળવાન માનનાર સમરસિહે. તે વાત ઝટ સ્વીકારી લીધી. સમરસિંહ પણ નામ પ્રમાણે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust