Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને નેહસંબંધ 143 પી છે તે ઉપરાંત મારો મસ્તકે વેદના થાય છે. મારા અંગોપાંગ ભડકે બળે છે. મારા શરીરની સંધીઓ તુટી રહી છે. કયાં જાઉ! શું કરું ! અરે મને સ્વામીના વિયેગનું દુ:ખ નથી પણ તારા ઉપર મારાથી કાંઇ ઉપકાર થયો નહિ એ દુ:ખ મને અધીક, પીડે છે મારા માટે દુ:ખ સહન કરવા છતાં તને કાંઈ ફલ-- મેલ્યું નહિ. મૃગલે જેમ દૂરથી મૃગજળ જોઈને દોડે છે. પણ આખરે નિરાશ થાય. પણ એમાં તું શું કરે? મેં પરભવમાં મારા સુખને માટે કેટલાને દુ:ખી કર્યા હશે, ઇને કુડાં આળ દીધાં હશે. પારકાં ધન ચેર્યા હશે તેમજ પરસ્ત્રી ઉપર બળાત્કાર કર્યા હશે, તે મારાં પાપ અત્યારે મને ઉદય આવ્યાં. હે સુંદર ! અત્યારે વગરઅગ્નિએ પણ. હું બળી જાઉ છું-મરી જાઉ છું. દુ:ખ સહન કરવાને અશક્તઃ એવી મને તુ કાષ્ટની ચિતા ખડકાવી બળી મરવાની રજા આપ.” * “હે ભળે! અધીરી ન થા ! મારા પ્રાણુના ભેગે પણ, હુ તારે રેગ દૂર કરીશ. ભાગ્યમે તને આ દુ:ખ પ્રાપ્ત થયું છે પણ તું હવે શ્રાવસ્તી જા! ત્યાં વૈદ્યની ઔષધિથી, તારે રોગ દૂર થશે.” : “ત્યાં હવે શી રીતે જાઉ? લોકો મને શું કહે ? મારે સ્વામી મને ઘરમાં શી રીતે રાખે? પુરૂષે તો હિંમેશાં ઈષ્યવાળા હોય છે માટે હવે તો તું જ વિચાર કર કે મારે મરણ વગર બીજા કેનું શરણ છે અત્યારે ?" ગુણસુંદરીનાં વચન સાંભળી બ્રાહ્મણ ગળગળા થયો. તા ' અરે ! તારું દુ:ખ જેવાને અસમર્થ છું. ભડ ડતા ભયંકર અગ્નિ વાલાને હ’ શી રીતે જોઈ શકું ? માટે તું તારે ખુશીથી તારા નગરમાં જા, તને તારા ગામે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust