Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવન નેહસંબંધ 133 જીવો પણ અશુભ ભાવનાને છોડે છે. ત્યારે આપણા સમાગમમાં આવેલ આ સાર્થવાહ એનું પામવાનું તે દૂર રહ્યું બલકે પાપ પરિણામવાળે થઈ અધિક દુ:ખી થયે!” - સાગરના કાંઠા ઉપર ફરતાં દેવદેવી સમાન આ યુગલને ત્યાં નજીક રહેલા ગામનો ઠાકોર સાગર સહેલ કરવા આવેલો તેણે જોયું કેઈ, દિવસ નહિ ને આ જગલમાં આ શું? શું જળદેવતા પિતાની દેવી સાથે ક્રીડા કરવા આવેલ હશે કે પોતાની વિદ્યાધરી સાથે રમવા આવેલ કેઈ વિદ્યાધર હશે ! વિચાર કરતાં એ ઠાકર પાસે આવ્યો ત્યારે એને ખાતરી થઈ કે આ કેઈ ઉત્તમ કુળનાં મનુષ્યસ્ત્રીપુરૂષ છે. ઠાકરે મધુર વચને તેનું બહુ સ્વાગત-સન્માન કર્યું. પોતાના ગામમાં લઈ જઈ તેમને રહેવા માટે એક સગવડવાળું સારૂં મકાન આપ્યું. ઠાકરની સહાય મેળવી -વ્યાપારવડે ધન પેદા કરત ને ધર્મસાધન કરતો તે સુખ પૂર્વક ઠાકરની છાયામાં રહેવા લાગ્યું. - સમુદ્રમાં ડુબતો ને માછલાંનો શિકાર થતો પેલો પાપી સુલોચન સાર્થવાહ ભાગ્યયોગે કાષ્ટને આધાર પામીને કષ્ટથી સમુદ્રના કાંઠે આપે. સમુદ્રથી બહાર નિકળીને તે જગલમાં ભ્રમણ કરતે કઈક પલ્લીમાં ગયે પણ કાંઈ ખાવાનું પ્રાપ્ત થયું નહી. ભુખની પીડાથી વ્યાકુલ થયેલો તે મરેલાં જાનવરોના કલેવરમાંથી ગીધપક્ષીની માફક ચેટીચુંટીને માંસના લોચા ખાવા લાગ્યો. એ માંસ પાચન ન થવાથી અછણ થયું. વારંવાર વમન થવા લાગ્યું ને તેમાંથી -૩છીનો રોગ પેદા થયો ધમીજનને ઘાત કરીને જે કામી શરૂષ પોતાની પાપી અભિલાષા પૂર્ણ કરવાની ઈચ્છા રાખે છે તે સુલોચનની માફક દુ:ખીદુ:ખી થઈ જાય છે. - દુઃખ અને દુર્ભાગ્યથી પીડા પામતો સુલોચન ભટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust