Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 132 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રમાંથી હું જે સલામત કેઈ શહેરમાં જાઉ તો તો કઇ ? સાવીને વેગ પામી સંયમને આચરીશ, માટે એટલે સમય કાલ વિલંબ કરીને આ પાપીને થોભાવું તો કેમ?” * મનમાં વિચાર કરીને દ્ધિ બેલી “હે સાર્થવાહ! અત્યારે પતિના મરણથી મારૂં ચિત્ત અસ્વસ્થ છે. સાગર' રને પાર પામ્યા પછી કેઈ શહેરમાં જવા પછી સમયને ઉચિત હું કરીશ.” રૂદ્ધિસુંદરની આશાપાશથી બંધાયેલો ' સાર્થવાહ એટલે સમય ધીરજ ધરીને રહ્યો “મારે કબજામાં રહેલી આ ગરીબ વરાકી હવે ક્યાં જશે ? માણસ શું વિચાર કરે છે? ભાવી શું હોય છેમાનવીના વિચાર અને ભાવીનું વિધાન ભાગ્યેજ એક બીજાને અનુકૂળ હોય છે. સુલોચનના પાપથી સમુદ્ર દેવતા કોપાયમાન થયા હોય, વાયુ કે હોય તેમ ભયંકરવા, ઉપન્ન થયો ને સાગરે પણ માઝા મુકવા માંડી. એ ઉછળતાં મોજાઓના મારાથી વહાણ ભાંગીને ભુકો થઈ ગયું. ભાગ્યવશાત્ ઋદ્ધિસુંદરીના હાથમાં એક પાટીચું આવી ગયું એ પાટીયાના અવલંબનથી સમુદ્રને તરતી સમુદ્રના કાંઠે આવી પહેચી. ત્યાં પાટીયાનું અવલંબન પામીને સમુદ્ર તરી ગયેલો એનો પતિ પુણ્યાનુયોગથી મ. બન્ને એક બીજાને જોઈને ખુશી થયાં, એક બીજાનું વૃત્તાંત બન્ને એ કહી સંભળાવ્યું. અને પોતાની ઉપર અપકાર કરનાર સુલોચન સાર્થવાહની આપદા સાંભળીને ધર્મકી મનમાં દુ:ખ પામ્યો. કારણકે સજન પુરૂષો અપકારી ઉપર પણ. ઉપકાર કરનારા હોય છે, અથવા તો એમનો સ્વભાવજ એ હોય છે કે તે દુમનનુંય ભલું ચિંતવે. હે પ્રિયે ! અરિહંત અને ગણધર ભગવાન આદિક મહાપુરૂને ધન્ય છે કે જેમની નિશ્રામાં રહેલા પાપી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust