Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ = = == 135 એકવીશ ભવનો સ્નસંબંધ બધા શાકમગ્ન કેમ છે ? શું કુટુંબને વિરહ યાદ આવે છે કે ધનનાશની પીડા સાલે છે, અથવા હજી પણ શરીરમાં કંઈ વ્યાધિ રહી ગયો છે શું ? કહો તે એને ઝટ ઉપાય કરીએ ? કારણ કે ગ્રીષ્મરૂતુમાં સૂકાઈ ગયેલાં નદી અને સરેવર વરસાદના પ્રવાહથી પાછાં આબાદ થાય છે. ક્ષીણ થયેલો બીજનો ચંદ્રમાં પણ ધીરેધીરે વૃદ્ધિ પામીને પરિપૂર્ણ થાય છે. જગતમાં જીવોને તો પાપ કરવાથી દુઃખ મલે છે ને પુણ્ય કરવાથી સુખ પ્રાપ્ત થાય છે, તો એવી બાબતમાં ખેદ કે આનંદ ન કરતાં સુખના અભિલાષી પુરૂષોએ હમેશાં ધર્મને આરાધ જોઈએ. અનંત જન્મમરણના દુ:ખના કારણુ પાપને ત્યાગ કરવો જોઈએ.” સુધમની મધુરવાણીથી સુલોચનની આંખોનાં પડલ ઉઘડી ગયાં. સખે ! તમારા જેવા ધર્મીને મેં સમુદ્રમાં નાખીને તમારી જે વિડંબના કરી છે, તે અદ્યાપિ મારા હૃદયને બાળે છે. આ મહાસતીની કદર્થના કરવામાં મેં શી ઉણપ રાખી છે? એ પાપનું ફલ મને અહીયાંજ પ્રાપ્ત થયું એવા આ પાપીને યમરાજાએ પણ છેડી દીધો, પણ હે મિત્ર! જ્યાં સુધી હું જીવીશ ત્યાં લગી તારા ઉપકારને સંભારતો હે પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં બળીશ. એ નરી દીવા જેવી સત્ય વાત છે.) | સુલોચનની વાત સાંભળી ઋદ્ધિસુંદરી બેલી. સુલોચન ! તમને ધન્ય છે કે કરેલા પાપને તમને આટલા બધા પશ્ચાત્તાપ થાય છે. કારણ કે પાપીએ તો પાપ કરીને ઉલટા રાજી થાય છે, જ્યારે સજજને પાપકાર્યથી દૂર ભાગે છે. અહીયાં તો અજ્ઞાનથી થઈ ગયેલા આ પાપમાં તમારા - દીપ ગણાય ? આંધળા માણસ કુવામાં પડી જાય એમાં 1 કાને દેવો ? માટે હે સરૂષ ! આજથી પાપનો ત્યાગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust