Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 124 : પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “એ તારી ભ્રમણા છે પ્રિયે! કયાં તું અને કયાં આ જડ દુર્ગધ ભરેલી પુતળી ! કનક અને કથીર કદિ સમાન થઈ શકે? “રાજા! તમે પંડિત થઈ ભીંત ભૂલ્યા છે, આ ઉપરથી રૂપરંગ ભર્યા ભભકાબંધ શરીરની અંદર હાડ, માંસ, રૂધિર સિવાય બીજુ શું છે? મળ, મૂત્ર અને વિષ્ટાથી ભરેલા આ ગંદા કલેવરમાં રાચી નરકનાં દ્વાર શા માટે ખખડા છો? માંસમાં આસક્ત માછલાની માફક સ્વ૯૫ માત્ર સ્પર્શ ઇન્દ્રિયના સુખમાં રક્ત બની મેરૂથી ય અધિક 'તિર્યંચ અને નરગતિનાં દુ:ખની અભિલાષા શા માટે કરે છે? દુર્ગતિને આપનારી એવી પરદારાને જે પુરૂષ સેવ નથી તે આપદારૂપ સાગરની પાર તરી જાય છે, એટલું જ નહી બલકે સંસારની ઉત્તમ સંપત્તિને પામે છે, પરસ્ત્રી કે પરપુરૂષને આલિંગન કરવા માત્રથી નરકાગ્નિની ધગધગતી જવાળામાં દધ થવાનું ન હોત તો તમારા જેવા સજન પુરૂષનો સંગ કેને સુખકારી ન થાય ? પુરૂને આ સંસારમાં ભાગ તો માત્ર અ૯૫કાલના પ્રમાણમાં હોય છે ત્યારે એના ફલ તરીકે દુ:ખ ભોગવવાનાં છે. તો નરકને વિશે પોપમ અને સાગરોપમ સુધી હોય છે હે રાજન ! તમે તમારા અંત:પુરની સૌદર્યશાલિની રમણ કરતાં મારામાં શુ અધિક જોયું છે કે એ સાગરેપમ સુધીનાં દુ:ખ ભોગવવા તૈયાર થયા છે. પ્રજાજન જે ગુન્હો કરે તો તમે અહીયાંજ શિક્ષા કરે છે પણ તમારા ગુન્હાની શીક્ષા તમારે નરકમાં જઇને અવશ્ય ભોગવવી પડશે. રાજન ! માટે આ પેટે કદાગ્રહ મૂકી ન્યાય માર્ગે ચાલો. >> - બાલક જલમાં પડેલા ચંદ્રના અનેક પ્રતિબિંબને દુઃખી થયાંજ જઈને મૂકી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust