Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 125 એકવીશ ભવનો સ્નેહસંબંધ જોઈ જેમ ચંદ્ર એક છતાં અનેક માને છે તેમ મલ, મુત્ર. અને વિષ્ટાથી ભરેલી બધી સ્ત્રીઓ સરખી હોવા છતાં કામીને ઉપરના રૂપ રાગ અને ટાપટીપથી જુદી જુદી ભાસે છે. શાની અને ઉત્તમ જન તો સ્ત્રીને મળમૂત્રની કાયા જ માને છે, એ શુદ્ધ વાતો મોટા ભાગ્યે જ સમજાય છે. . રાજન ! ભવિતવ્યતાના યોગે આ ધીઠ રાજાના પાષાણ હૃદયમાં ઉપદેશરૂપી અઝીઝરણાનું નિર્મળ નીર નીતરવાથી એનું હૃદય ભીંજાયું. હૃદયની ભાવના ફરી ગઈ, પાપી વિચારે બદલાઈ ગયા. વિષયરૂપી કીડો મગજમાં સળવળતો હતો તે આપોઆપ નષ્ટ થઈ ગયો અને કાર કંડોગાર થઈ ગયો રાજા પશ્ચાત્તાપ કરતો 9. “સતી ! તારી વાણી સત્ય છે સાકરથી મીઠી તારી વાણી સાંભળી મારી મોહનિદ્રા નાશ પામી ગઈ મારી લોલુપતા આપોઆપ નષ્ટ થઈ ગઈ. મારો વિવેક ચક્ષુ આજ ખુલી ગયાં. પરેસ્ત્રીમાં લંપટ બનેલો હ અઘોર નરકમાં ડુબી જાત પણ તે મને એ ઘર નરકના અંધકારમાં પડતો બચાવ્યો. તારા જેવી ધર્મ દેનારી મહા ભાગ્યમેગેજ મળે છે, કહે, હવે મારે શું કરવું ? પશ્ચાત્તાપથી મળતા રાજાને સન્માર્ગે આવેલો જાણી બુદ્ધિસંદરી પરમ આનંદ પામી. મહારાજ ! તમારા જેવા ઉત્તમ નરને પરસ્ત્રીનો ત્યાગ કરવો એજ યોગ્ય છે જેથી આ લોકમાં તમારી કાન્તિ વધે ને પરલોકમાં પણ સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ આદિ સ્વર્ગની સંપદા પ્રાપ્ત થાય. બુદ્ધિસુંદરીનું વચન નિર્મળ મનના રાજાએ સ્વીલારી પરસ્ત્રી ત્યાગનો નિયમ ગ્રહણ કર્યો. રાજાએ બુદ્ધિદરીને ખમાવી પિતાના અપરાધની માફી માગી, દાન. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust