Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવનો નેહસંબંધ 115 વિલાસની જ વાત કર્યા કરે છે એ નવાઈની વાત છે ! દીપકના તેજમાં અંજાયેલ પતંગીયુ બીજે ક્યાં જઈ શકે ? કમલની સુવાસમાં લેભાયેલ ભ્રમરની બીજી ગતિ પણ શી? તારા જેવી જગતમોહિની પ્રિયા સ્વાધીન હોવા છતાં હવે ધીરજ પણ શી રીતે રહે?” રાજાની આતુરતા વધી, રાજાને ખુબ દુરાગ્રહ જાણી રતિસુંદરીએ રાજાથી ગુપ્તપણે મદનફળ મુખમાં મુકી દીધું તે પછી રાજાની પાસે આવી વાત કરતાં ને રાજાને સમજાવતાં રાજાની આગળ વમન કર્યું. પોતાનું એ ઉચ્છિષ્ટ ભજન કરીને બહાર વમી કાઢેલું રાજાને બતાવતી રતિસુંદરી બેલી. દેવ ! દેહનું આ સ્વરૂપ જુઓ? આપ જે સૌંદર્યમાં મુંઝાઈ ગયા છે એનાં આ મૂલ્ય? પવિત્ર વસ્તુઓ પણ પેટના સંબંધથી અપવિત્ર-અશુચિમય થઈ જાય છે. ઉત્તમ જનો અશુચિનું ભક્ષણ કરતા નથી, આપ તે બાલકથી 2 બાલ છે કે આ વમેલાનું ભેજન કરવા ઈચ્છે છે, " રતિસુંદરીનો કટાક્ષ સાંભળી રાજા ચમર્યો. “અરે ! શું હું રાંક છું ! શું હું જડ છું કે વમન કરેલું ખાઉં?” રાજ બે “અરે મૂઢ માણસ પણ સમજી શકે તેવી દીવા જેવી વાત આપ કેમ સમજતા નથી? જે પરસ્ત્રી છે તે વમેલા આહાર જેવી છે. બીજા પુરૂષે ભોગવેલી સ્ત્રી એ તો વમેલા આહાર જેવી જ ગણાય. તેની સાથે તમે એ . વમેલા આહારને ગ્રહણ કરવા ઇછા છે એ નવું દીવા - જેવું સત્ય કેમ સમજાતું નથી રાજન ! * એ બધીય તારી વાત સત્ય છે. પણ રાગી દેષને જોતો નથી, તેમ આ અંગમાં આશક થયેલે હું એક માત્ર તનેજ જોઈ રહ્યો છું , Jun Gun Aaradhak Trust