Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 116 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આપ મારા કયા અંગમાં આસક્ત થયા છે ? “આ જો તારાં હરણીના જેવાં ચપળ અને તેજસ્વી ને જ કેવાં આકર્ષક છે? એની અભૂત શાભાનાં તારી આગળ હું શાં વખાણ કરું ? “એમ? મારાં આ નેત્રો તમને બહુ ગમે છે ? કંઇક ઇરાદા પૂર્વક રતિસુંદરી બોલી. એનાં વિશાલ નયનો ચમકી રહ્યાં. એ નયનોમાં અપૂર્વ તેજ ઉડી રહ્યું. હા પ્રિયે ! મૂઢ રાજાના કામુક હૈયાના દાહજ્વરને ભૂજાવવા હવે અપૂર્વ બલિદાનની એને જરૂર લાગી કંઇક નિશ્ચય કરી રતિસુંદરી ઉભી થઇ. આ પાપી રાજાના સકંજામાં પિતાનું શીલ રહી શકશે નહિ. પછી તો શીલના. મૂલ્ય આગળ પિતાના દેહને તુચ્છ ગણતી રતિસુંદરીએ. તીર્ણ છુરી લાવીને પિતાનાં બને નેત્રો છેદી રાજાની આગળ ધર્યા. " " આપને આ નેત્ર પ્રિય હોય તો લો. ) નેત્રો અર્પણ કરતી રતિ બેલી. નેત્ર વગરની અંધ થયેલી રતિસુંદરીનું આ સાહસ, જેને રાજા મહેંદ્રસિંહનો મદન-કામવર ઓરી ગયો, આભો બનેલો તે ફાટી આંખે એ વિગતવા તિસુંદરીને જોવા લાગ્યો “આહા ! તને અને મને દુ:ખકારીએવું છે. તેં શું કર્યું? અરે ! સાહસ વૃત્તિવાળી ! આ તે બહુજ વિપરીત કામ કર્યું. ) “મહારાજ ! તમને અને મને આલોક અને પરલેકમાં હિતકારી એવું આ કામ મેં કહ્યું છે. ઔષધ કડવું હોય છે તો તે જ રોગનો નાશ કરી શરીરને નિરોગી. બનાવે છે, તેમ પરસ્ત્રીના સમાગમથી માનહાનિ, ધનનાશ અને જીવિતનો નાશ થાય છે, ને પરભવમાં દુ:ખે છે દારિક, દૌર્ભાગ્ય, ક્ષય, કુષ્ટ અને ભગંદર આદિ ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust