Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ તેને ખવરાવવા લાગી. દુધ અને સાકર વડે યુક્ત પાણી પીવરાવતી એવો એ પિપટ રાજબાળાને પ્રાણથી પણ અધિક પ્રિય થઈ પડ્યો. એ પોપટ વગર એને ચેન પડતું નહિ. ઘણીકવાર પિતાના ખેળામાં બેસાડી પોપટને રમાડતી હતી, પોપટ પણ અનેક નવીન લોક સંભળાવી કુમારીને રાજી કરતો હતો, * એક દિવસે સુલોચના પિતાની સખીઓની સાથે પોપટને લઈને કુસુમાકર નામના વનમાં આવી. એ કુસુમાકર ઉદ્યાનમાં જીનેશ્વર ભગવાનનું ચિત્ય જોઈ બહુ જ ખુશી થઈ જીનમંદિરમાં પ્રવેશ કરી રાજબાળાએ શ્રી સીમંધર સ્વામીની અતિ આનંદપૂર્વક સ્તુતિ કરી. તે સમયે પેલો પોપટ પણ જીનેશ્વરના બિંબને જોઈ વિચાર કરવા લાગ્યું. “મેં ક્યાંક આવું જોયું છે. " પૂર્વની ભૂલાઈ ગયેલી યાદશક્તિને તાજી કરતો હોય તેમ ખુબ એકાગ્રતા પૂર્વક વિચાર કરતાં પોપટને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વના ભવને પ્રત્યક્ષ જનાર એ જાતિસ્મરણ જ્ઞાનથી પિપટે - શું જોયું ? * “ઓહ પાછળના ભાવમાં અનેક શાસ્ત્રોને ભણાવી તેમજ ભણાવવામાં સાવધાન પંડિતેને વિશે શિરેમણિ એવો હું સાધુ હતો. પરંતુ પુસ્તકો અને ઉપધિ સંગ્રહ કરવામાં તત્પર રહી સંયમની શુદ્ધ ક્રિયામાં શિથિલ થયો. એ ભવમાં એવી રીતે કંઈક વતની વિરાધના અને કંઈક માયાને આચરતો ત્યાંથી કાળ કરીને આ ભવમાં હું શુકપણે ઉત્પન્ન થયે. પૂર્વ ભવમાં હું જ્ઞાની હોવાથી આ ભવમાં શુકની યોનીમાં પણ મને જ્ઞાન થયું. પણ હા ! ધિર ! જ્ઞાનરૂપી દીપક મારા હાથમાં પ્રગટ રહેલો છતાં મોહથી અંધ બનીને પુસ્તક અને ઉપાધિમાં મુંઝાઈને સંય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust